દર્શકોની વચ્ચે ભારત ઓસ્ટ્રેલિયા બોકિસંગ ડે ટેસ્ટ મેચ રમાશે !
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/10/Ind-aud-scaled.jpg)
નવીદિલ્હી, ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉડમાં યોજાનાર આગામી બોકિસંગ ડે ટેસ્ટમાં દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશકરવાની મંજુરી મળે તેવી સંભાવના છે આવું એટલા માટે સંભવ થઇ શકયું છે કે વિકટોરિયા સ્ટેટના પ્રમુખ ડેનિયલ એડ્રયુઝને કોરોનાના મામલામાં કમી આવ્યા બાદ લોકડાઉનમાં ઢીલ આપવાનો નિર્ણય કર્યો છે.
ક્રિકેટડોટકોમ ડોટ એયુના રિપોર્ટ અનુસાર વિકટોરિયા ટેસ્ટના પ્રમુખ ડેનિયલ એડ્રયુઝે કહ્યું કે બોકસિંગ ડે ટેસ્ટનું અલગ મહત્વ છે મને પુરો વિશ્વાસ છે કે બોકિસંગ ડે ટેસ્ટ મેચમાં એમસીજી મેદાન પર દર્શકોને પ્રવેશ મળશે મને નથી લાગતુ કે કેટલાક દર્શકોને પ્રવેશ મળી શકે છે.પરંતુ ત્યાં દર્શક હશે અને આ દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે.
૨૦૧૮-૧૯માં ભારતે જયારે છેલ્લીવાર ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો તો તેણે વિરાટ કોહલીની સુકાનીમાં એમસીજીમાં ત્રીજી ટેસ્ટ જીતી બોર્ડર ગાવસ્કર ટ્રોફી પોતાની પાસે યથાવત રાખી હતી. ઓસ્ટ્રકેલિયા પ્રવાસ પર ભારતને ૨૭ નવેમ્બરે ૨૦૨૦થી ૧૯ જાન્યુઆરી ૨૦૨૧ સુધી ત્રણ ટી ટવેન્ટી ત્રણ વનડે અને ચાર મેચોની ટેસ્ટ સીરીજ રમવાની છે જાે કે હજુ સુધી સત્તાવાર કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી નથી એવું માનવામાં આવી રહ્યું છે કે સીમિત ઓવરની મેચ સિડની અને કેનબરામાં રમાશે.
![]() |
![]() |
ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર થનારી મેચોનો અસ્થાયી કાર્યક્રમ અનુસાર પહેલી બે વનડે ૨૭ અને ૨૯ નવેમ્બરે થશે જયારે ત્રીજી વનડે એક ડિસેમમ્બરે સિડનીમાં રમાશે જયારે પહેલી ટી ટવેન્ટી કેનબરામાં ચાર ડિસેમ્બરે રમાશે. ત્યારબાદ બાદ બંન્ને ટીમો છે અને આઠ ડિસેમ્બરે યોજાનાર અંતિમ બે ટી ટવેન્ટી મેચો માટે સિડની પાછા ફરશે સીમિત ઓવરોની સીરીજ બાદ બંન્ને ટીમો ૧૭થી ૨૧ ડિસેમ્બર સુધી એડિલેડમાં પહેલી ટેસ્ટ મેચ રમાશે બીજી ટેસ્ટ મેચ ત્યારબાદ રમાશે.HS