દર્શકો માટે સ્ટેડિયમ જઇ મેચ જાેવા પર રોક પરંતુ કુંભમાં લાખો શ્રધ્ધાળુઓને છુટ
નવીદિલ્હી: દેશમાં એકવાર ફરી કોરોના વાયરસના વધતા મામલાને જાેતા પ્રતિબંધો વધારવામાં આવી રહ્યાં છે કોરોના સંક્રમણમના મામલામાં સતત જારી વધારાને જાેતા ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે ટી ટવેન્ટીની અંતિમ ત્રણ મેચ દરમિયાન દર્શકોના સ્ટેડિયમમાં પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવ્યો છે હવે ભારત ઇગ્લેન્ડ સીરીજની અંતિમ ત્રણ ટી ટવેન્ટી મુકાબલા દર્શકો વિના જ રમાશે ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે આ નિર્ણયને લઇને મોદી સરકાર પર પ્રહારો કર્યા છે
દિગ્વિજયસિંહે કહ્યું કે હજારો દર્શકોના સ્ટેડિયમ આવવા પર રોક લગાવી દેવામાં આવી છે પરંતુ ઉત્તરાખંડમાં લાખો શ્રધ્ધાળુઓને કુંભ આવવાની પુરી છુટ આપવામાં આવી છે.
સિંહે ટ્વીટ કરી મોદી સરકાર પર પ્રહાર કર્યો છે અને લખ્યું છે કે કોવિડ ૧૯ના વધતા પ્રકોપને કારણે ટી ટવેન્ટી ક્રિકેટ મેચ જાેવા પર તો સ્ટેડિયમમાં આવવા પર હજારો દર્શકો પર રોક લગાવી દીધી પરંતુ કુંભમાં લાખો શ્રધ્ધાળુઓને ઉત્તરાખંડમાં છુટ આપવામાં આવી, ધન્યવાદ.
ગઇકાલે મોડી રાતે ગુજરાત ક્રિકેટ એસોસિએશને ભારત અને ઇગ્લેન્ડની વચ્ચે રમાનાર બાકીની ટી ટવેન્ટી મેચોનું આયોજન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ મેચોમાં દર્શકોને સ્ટેડિયમમાં આવવાની મંજુરી મળશે નહીં. જયારે સોમવારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે કહ્યું હતું કે કુંભ મેળા દરમિયાન આગામી શાહી સ્નાનમાં ભાગ લેવા માટે કોવિડ ૧૯ રિપોર્ટ આવશ્યક નથી રાવતે કહ્યું કે મેં અધિકારીઓને કહ્યું છે કે તે લોકોને અહીં આવવાથી ના રોકે
પરંતુ તેમને કોરોના ગાઇડલાઇનનું પાલન કરવું પડશે તેમણે કહ્યું હતું કે લગભગ ૩૨-૩૩ લાખ ભકતો પહેલા શાહી સ્નાનમાં ભાગ લીધો અને તે શાંતિથી પોતાના ઘર માટે રવાના થઇ ગયા છે જાે કે આવનારા ત્રણ સ્નાન પડકાર ભર્યા હશે અમે લોકોને અહીં સુધી પહોંચાડવામાં મદદ કરવા માટે ચાર બસ સેવાઓને વધારી છે.
એક બાજુ દેશમાં કોરોના વાયરસનો ફેલાવો થઇ રહ્યો છે અને દેશના અનેક રાજયોમાં અનેક પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યાં છે અને રાત્રિ કરફયુ લદાવાયો છે ત્યારે કુંભ મેળામાં મોટી સંખ્યામાં આવનારા શ્રધ્ધાળુઓને કારણે રાજયમાં કોરોના વધે તેવી સંભાવના છે.