દર્શન હોટેલ ખાળ કુંવા દુર્ઘટનાના મૃતકોના પરિવારોને અકસ્માત વીમા યોજના સહાયની ચુકવણી

Dabhoi Darshan Hotel Victim Compensation
વડોદરા તા. 21/06/2019, શુક્રવાર ડભોઇ તાલુકાની જીવલેણ દર્શન હોટલ ખાળ કુંવા દુર્ઘટનામાં સાત સફાઈ કામદારોના દુઃખદ મરણ થયા છે.ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા પ્રત્યેક મૃતકના પરિવારને અકસ્માત વીમા યોજના હેઠળ સહાયની ચુકવણી હાથ ધરવામાં આવી છે તદ્ અનુસાર ધારાસભ્ય શ્રી શૈલેષભાઇ મહેતાના હસ્તે પ્રત્યેક મૃતકના પરિવારને રૂ .1 લાખની વીમા સહાયતાના ચેક થુવાવી ખાતે પરિવારજનોને અર્પણ કરવામાં આવ્યા હતા.વડોદરા ઉપરાંત ભરૂચ અને સુરત જિલ્લાના મૃતકોના પરિવારોને જે તે જિલ્લા કચેરી દ્વારા આવી ચુકવણી કરવામાં આવશે તેમ અનુસૂચિત જાતિ નાયબ નિયામક શ્રી રાજેશ વસાવાએ જણાવ્યું છે.
![]() |
![]() |