Western Times News

Gujarati News

દર મહિને ભૂખમરામાં 10000 બાળક મૃત્યુ પામે છે

પ્રતિકાત્મક તસવીર

કુપોષણના દુરોગામી પરિણામો હશે
યુએન,  દુનિયાભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસના કારણે ઠપ થઈ રહેલી આર્થિક પ્રવૃત્તિઓના કારણે દુનિયા પર ભૂખમરાનું ગંભીર સંકટ પણ ઉભું થઈ રહ્યું છે. યુએને ચેતવણી આપી છે કે, કોરોના વાયરસના પ્રસારને અટકાવવા માટે મુકાયેલા પ્રતિબંધો વચ્ચે ઘણા સ્થળોએ ભૂખમરાનો લોકો સામનો કરી રહ્યા છે.દર મહિને ૧૦૦૦૦થી વધારે બાળકો તેના કારણે જીવ ગુમાવી રહ્યા છે. પ્રતિબંધોના કારણે નાના ખેડૂતો બજાર સુધી પહોંચી રહ્યા નથી.યુએનના મતે વધતા જતા કુપષોણના દુરોગામી પરિણામો ખતરનાક હશે.

આ વર્ષના અંત સુધી અન્નની અછતના વધારે ગંભીર પરિણામ જોવા મળશે.લેટિન અમેરિકાથી લઈને દક્ષિણ એશિયા તથા આફ્રિકામાં જ્યાં ગરીબ પરિવારોને પહેલેથી જ પૂરતુ ભોજન નથી મળી રહ્યું તેમના માટે સ્થિતિ વધારે ખરાબ થઈ રહી છે. જેમ કે આફ્રિકાના દેશ સુડાનમાં હજી પણ ૯૬ લાખ લોકો એવા છે જેમને દિવસમાં એક જ સમય ભોજન મળે છે.સુડાનમાં લોકડાઉનના કારણે લોકોની આવક બંધ થઈ ગઈ છે અને જરુરિયાતની વસ્તુઓની કિંમત ત્રણ ગણી વધી ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.