દર ૧૫ દિવસેની એવરેજ કાઢીને એક ફોર્મ્યૂલા હેઠળ તેલ કંપનીઓ કિંમત નક્કી કરે છે: નાણામંત્રી

નવીદિલ્હી, ઇન્ટરનેશનલ બજારમાં કાચા તેલની કિંમત ઓછી થવા પર પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતો આખરે તાત્કાલિક ઓછી કેમ નથી થતી? લોકોને તાત્કાલિક રાહત કેમ નથી મળતી? એક ન્યૂઝ ચેનલના મંચ પર આવેલા નાણાં મંત્રી ર્નિમલા સીતારમણે આ બાબતે સ્પષ્ટતા કરી છે. જ્યારે તેલની કિંમતો વધે છે તો તેલ કંપનીઓ તાત્કાલિક કિંમત વધારી દે છે પરંતુ જ્યારે ઘટે છે તો તેઓ ઘટાડો ધીરે ધીરે કરે છે. જનતાને પૂરો ફાયદો આપવામાં આવતો નથી.
આ સવાલના જવાબમાં નાણાં મંત્રી ર્નિમલા સીતારમણે કહ્યું કે દર ૧૫ દિવસેની એવરેજ કાઢીને એક ફોર્મ્યૂલા હેઠળ તેલ કંપનીઓ કિંમત નક્કી કરે છે એટલે તાત્કાલિક ફરક દેખાતો નથી. એ સરકાર કરતી નથી. જ્યારે તેલની કિંમત ઘણી ઓછી હોય, તો જે ફાયદો થયો અમે તેનો ફાયદો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં લગાવ્યો. કેટલીક હદ સુધી અમે એ પહેલા જ સ્પષ્ટ કર્યું છે. ક્રિપ્ટોકરન્સી પર તેમણે કહ્યું કે ફિનટેક ઈન્ડસ્ટ્રીમાં ભારત ખૂબ એડવાન્સ છે. તેમાં યુવા ઘણી રુચિ દાખવી રહ્યા છે. એ બધાને જાેતા અમે રેગ્યુલેશન લઈને આવીશું.
શેર બજાર પર નાણાં મંત્રીએ કહ્યું કે શેર બજાર સારો હોય તો સૌને લાગે છે. દરેક ઑફિસમાં આજે શેર બજાર અનેક્રિપ્ટોની વાત થાય છે. જનતાનો ભરોસો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર છે.
અમે ઝડપથી વેક્સીનેશન કર્યું, મફતમાં કરી. એ સિવાય અમે ઇન્ડસ્ટ્રી સાથે પણ તેને લઈને સતત ચર્ચા કરી રહ્યા છીએ પરંતુ ઓમીક્રોનને લઈને ઇન્ડસ્ટ્રી સાવધાન છે પરંતુ એટલું પણ ડરી નથી. અર્થવ્યવસ્થાના ૨૨ ઇન્ડિકેટર્સમાંથી ૧૯મા આપણે પોઝિટિવ છીએ. શું વિપક્ષ નથી ઇચ્છતું કે દેશ કોરોનાની અસરથી બહાર નીકળે કે તેઓ આ બહેસમાં અટકી રહેવા માગે છે કે આપણી ઈકોનોમી કોવિડ પહેલાવાળા સ્તર પર આવી છે કે નહીં?
તેમણે કહ્યું કે વિપક્ષને જાેઈએ કે જે રાજ્યોમાં તેમની સરકાર એ રાજ્યની જીડીપીને સુધાર કરવા માટે કંઈક કામ કરે. વિપક્ષની ચિંતા અર્થવ્યવસ્થા નથી પરંતુ એ છે કે ઈકોનોમી વધી રહી છે. ઇન્ફ્રાસ્ટ્રકચર વધી રહ્યું છે. હેલ્થમાં કામ થઈ રહ્યું છે પરંતુ તેમની ચિંતા એ છે કે હવે મોદી પર આંગળી કઈ રીતે ઉઠાવીશું. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોટાઈ છે કે તેઓ કૃષિ કાયદા લઈને આવ્યા હતા. આ કાયદાને લાવવા પહેલા બધા પક્ષો સાથે ચર્ચા કરવામાં આવી હતી.
નાણાં મંત્રી ર્નિમલા સીતારમણે કહ્યું કે ત્રણેય કાયદા લાવવા પહેલા વિસ્તારથી ચર્ચા થઈ હતી. દરેક પક્ષ સાથે ચર્ચા થઈ હતું. એવું નથી કે અચાનક એ આવી ગયા હોય. જે પક્ષો આજે વિરોધ કરી રહ્યા છે તેમના પણ મેનિફેસ્ટોમાં આ કાયદાની ચર્ચા છે.
પંજાબમાં પણ આ કાયદો છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ખેડૂત જઈ શકે છે. દરેક પાર્ટી છેલ્લા ૧૦-૧૫ વર્ષથી સમર્થનમાં હતી. શરદ પવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. એ વડાપ્રધાનની મોટાઈ હતી કે આ કાયદાને લઈને આવ્યા. લોકસભા અને રાજ્યસભામાં તેના પર સારી રીતે ચર્ચા થઈ હતી.HS