દલવાડા વાસુકીનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે મહારૂદ્રાભિષેક યોજાયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/08/2608-valsad-5.jpg)
(પ્રતિનિધિ) વલસાડ, દમણ દલવાડા સ્થિત આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બનેલ શ્રી વાસુકીનાથ મહાદેવ મંદિરમાં કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે બાબા વાસુકીનાથને મહારૂદ્રાભિષેક કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ સામેલ થઈ મહારૂદ્રાભિષેકનો લાભ લીધો હતો.
આ અવસરે વાસુકીનાથ મહાદેવ મંદિરના પ્રણેતા શ્રી અનિલ અગ્રવાલ, અસલી આઝાદી દૈનિકના તંત્રી શ્રી વિજયભાઈ ભટ્ટ અને શ્રી ભરતભાઈ પટેલે તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહી બાબા વાસુકીનાથ મહાદેવને મહારૂદ્રાભિષેક કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ દરમ્યાન ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓએ પણ મહારૂદ્રાભિષેકનો લાભ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, દલવાડાના વાસુકીનાથ મહાદેવ મંદિરમાં ઉત્તર ભારતીય શ્રાવણ માસની શરૂઆતથી જ મહારૂદ્રાભિષેકનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં દરરોજ મોટી સંખ્યામાં દમણના શ્રદ્ધાળુઓ પહોંચી બાબા વાસુકીનાથના દર્શન કરી રૂદ્રાભિષેક કરવાનો લાભ લે છે. અત્રે યાદ રહે કે, મંદિરમાં આવનાર તમામ ભાવિક ભક્તો માટે મંદિર ટ્રસ્ટ તરફથી પૂજા- સામગ્રીની વ્યવસ્થા કરવામાં આવે છે.*