દલાઇ લામાને લઇ ભારત અને ચીન વચ્ચે તનાવ વધી શકે છે
નવીદિલ્હી, ભારત અને ચીનની વચ્ચે બે સફળ અનૌપચારિક વાર્તા થઇ છે જેના દ્વારા બંન્ને દેશોએ અનેક મુદ્દા પર વાત કરી છે અને તેમને ઉકેલવા પર સહમતિ બનાવી છે પરંતુ આમ છતાં કેટલાક મુદ્દાને લઇ બંન્નેમાં વિવાદ થઇ શકે છે દોકલામ બાદ ઉભા થયેલ આ વિવાદ બંન્ને દેશોના સંબંઘોને પ્રભાવિત કરી શકે છે.જયાં એક તરફ ચીન ભારત સરકારના જમ્મુ કાશ્મીરથી વિશેષ રાજયનો દરજજા પાછો લેવાનો વિરોધ કરી રહ્યું છે જયારે હવે દલાઇ લામા અને તિબેટ મામલા બંન્ને દેશોના સંબંઘોને વધુ પ્રભાવિત કરી શકે છે આ મહીને ચીને ભારતથી સત્તાવાર રીતે કહ્યું છે કે કોઇ પણ વરિષ્ઠ ભારતીય નેતા કે સરકારી અધિકારીનું દલાઇ લામાથી મળવું બંન્ને દેશોના દ્વિપક્ષીય સંબંધોને પ્રભાવિત કરી શકે છે.
આ વાત ચીને ભારતીય અધિકારીઓની તાજેતરમાં ધર્મશાળામાં થયેલ રાઇજિંગ હિમાચલ ગ્લોબલ ઇવેસ્ટર્સ સમિટથી પહેલા કહી.એ યાદ રહે કે ધર્મશાળાને શરણાર્થી તિબેટ સરકારનું સ્થાન પણ માનવામાં આવી છે.આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર હતાં ચીન અનેકવાર એ વાતની સંભાવના વ્યકત કરી ચુકયુ છે કે કેન્દ્ર અને રાજય સરકારોના ભારતીય નેતા અને અધિકારી ધાર્મિક નેતાથી મુલાકાત કરતા રહે છે.
ચીનને જવાબ આપતાં ભારતે કહ્યું કે દલાઇ લામાને કોઇ પણ રાજનીતિક ગતિવિધિ કરવાની મંજુરી નથી અને આ સમિટ પણ એક બિન રાજનીતિક કાર્યક્રમ છે ધાર્મિક સ્વતંત્રા મામલામાં અમેરિકી રાજદુત સૈમ બ્રાઉનબૈકે ધર્મશાળામાં કેટલાક અઠવાડીયા પહેલા દલાઇ લામાની મુલાકાત કરી હતી માનવામાં આવી રહ્યું છે કે આ વાત ચીનના મગજમાં છે.
ગત અઠવાડીયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય વાર્તા થઇ ત્યારબાદ મામલાને ઉકેલી લેવામાં આવ્યો આ ખુબ સંવેદનશીલ સમય છે કારણ કે કેટલાક અઠવાડીયાથી દલાઇ લામાના પુનર્જન્મની ચર્ચા આંતરરાષ્ટ્રીય સ્તર પર છવાયેલ રહ્યો છે.