દલાસમાં બાદશાહની કોન્સર્ટ અધવચ્ચે રોકવાની ફરજ પડી
બાદશાહના મ્યૂઝિક આલબમ ઉપરાંત બોલિવૂડ ગીતોએ પણ ધૂમ મચાવી
અમેરિકામાં ચાલુ કોન્સર્ટે પ્રમોટર અને પ્રોડક્શન કંપની વચ્ચેનો વિવાદ વકરતાં બાદશાહ નિરાશ
મુંબઈ,ભારતીય રેપર બાદશાહની લાઈવ કોન્સર્ટનું આયોજન અમેરિકાના ટેક્સાસમાં દલાસ ખાતે થયું હતું. કોન્સર્ટ શરૂ થયા બાદ બાદશાહ અને તેની ટીમે ઓડિયન્સને ગેલમાં લાવી દીધું હતું. જો કે કોન્સર્ટમાં માહોલ જામે તે પહેલાં બાદશાહને અધવચ્ચે સ્ટેજ પરથી જતા રહેવાની ફરજ પડી હતી. આ શોના પ્રમોટર અને પ્રોડક્શન કંપની વચ્ચે વિવાદના પગલે કોન્સર્ટ અધવચ્ચે રોકી હોવાનો ખુલાસો બાદશાહે કર્યાે હતો.
બાદશાહના મ્યૂઝિક આલબમ ઉપરાંત બોલિવૂડ ગીતોએ પણ ધૂમ મચાવી છે. તારીફેં, અભી તો પાર્ટી શુરુ હુઈ હૈ, ડીજે વાલે બાબુ જેવા ગીતા આપનારા બાદશાહને ચાહનારા વિદેશમાં પણ મોટી સંખ્યામાં છે. બાદશાહના ચાહકો માટે ટેક્સાસના દલાસ ખાતે કોન્સર્ટનું આયોજન કરાયું છે. બાદશાહને સાંભળવા માટે હજાર લોકો મોંઘી ટિકિટ લઈને આવ્યા હતા,
પરંતુ શો ચાલુ થયાના થોડા સમયમાં જ નિરાશ થવાનો વારો આવ્યો હતો. બાદશાહે થોડા સમયમાં જ કોન્સર્ટ પૂરી કરી દીધી હતી અને ટીમ સાથે ચાલતી પકડી હતી. બાદમાં બાદશાહે આ મામલે ખુલાસો કર્યાે હતો અને ચાહકોની માફી માગી હતી. બાદશાહે શનિવારે સોશિયલ મીડિયા પર નિરાશા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, કોન્સર્ટ અધવચ્ચે બંધ કરવાથી તે ખૂબ દુઃખી અને નિરાશ છે. લોકલ પ્રમોટર અને પ્રોડક્શન કંપની વચ્ચે વિવાદના કારણે કોન્સર્ટ રોકવી પડી હતી. આગામી સમયમાં વધારે સારી કોન્સર્ટ અને ભવ્ય આયોજન સાથે દલાસ જવાની ખાતરી બાદશાહે આપી હતી.ss1