દલિતના વાળ કાપવા પર ૫૦ હજારનો દંડ લગાવાયો
મૈસુર, કર્ણાટરના મૈસુરમાં દલિતના વાળ કાપવા પર સલુનના માલિક પર ૫૦ હજારનો દંડ લગાવવામાં આવ્યો છે.મૈસુર જીલ્લાના હલ્લારે ગામમાં મલ્લિકાજૂન શેટ્ટી સલુન ચલાવે છે ગત કેટલાક દિવસોથી તેનો પુરો પરિવાર સામાજિક બહિષ્કાર સહન કરી રહ્યો છે આવું એટલા માટે કે તેણે દલિતો અને પછાત વર્ગના લોકોના વાળ કાપ્યા હતાં.
હલ્લારે ગામના ઉચી જાતિના લોકોએ આ ફરમાન સંભળાવ્યું છે મલ્લિકાર્જૂન પર ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. મલ્લિકાર્જૂન બતાવે છે કે કેટલાક દિવસ પહેલા તેમની દુકાન પર ઉચી જાતિના લોકો આવ્યા હતાં અને તેમણે મલ્લિકાર્જૂનને ધમકી આપી હતી કે તે દલિતોના વાળા ન કાપે.
સલુનના માલિક મલ્લિકાર્જૂને કહ્યું કે જયારે મેં ફરિયાદ કરવાની વાત કરી તો મને ધમકી આપવામાં આવી મારપીટ કરવામાં આવી અને પાંચ હજાર રૂપિયા પણ છીનવી લેવામાં આવ્યા આ મામલે નંજનગુડ રૂરલ પોલીસનુ ં કહેવુ છે કે મલ્લિકાર્જૂન ખુદ મામલો દાખલકરાવવા ઇચ્છતા નથી આથી બંન્ને પક્ષો વચ્ચે વાતચીત કરી આ મામલાનો ઉકેલલાવવામાં આવ્યો છે.હવે બધુ બરાબર થઇ ગયું છે.HS