દલિત યુવકના વરઘોડાનો વિરોધ કરીને જાતિવિષયક શબ્દો બોલતા છ સામે પોલીસ ફરિયાદ

પ્રતિકાત્મક
શહેરા, ગુજરાતમાં દલિતસમાજના લગ્નપ્રંસગો નીકળતા વરઘોડાના વિરોધના બનાવો વધી રહ્યા છે.આવી એક ઘટના પંચમહાલ જીલ્લામા બનવા પામી છે.જીલ્લાના શહેરા તાલુકાના બોરડી ગામે દલિત યુવાનના લગ્નપ્રંસગે નીકળેલા વરઘોડામાં કેટલાક ઈસમોએ એક સંપ થઈને પથ્થરમારો કરીને ડીજેને પણ નુકશાન પહોચાડીને જ્ઞાતિવિષયક અપશબ્દોનો ઉપયોગ કરીને તમે મંદિરમાં ફાળો આપ્યો નથી.
હવેથી વરઘોડો લઈને આવશો તો જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી હતી.પથ્થરમારામાં કોઇને ઇજા થવા ન પામી હતી.આ મામલે બોરડીના ૬ જેટલા ઈસમો સામે ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના બોરડી ગામે રહેતા અતુલકુમાર ચૌહાણે શહેરા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે તેમના લગ્ન હોઈ સાંજના સમયે વરઘોડો ડીજે સાથે કાઢ્યો હતો.અને ગામમા આવેલી પાણીની ટાંકી સુધી લઈ ગયા હતા.
તે સમયે ગામમાં રહેતા જયેન્દ્રસિંહ તથા તેમના મળતિયાઓએ ગામની સ્ટ્રીટ લાઈટો બંધ કરી દીધી હતી. અને અમે જયેન્દ્રસિંહ સોલંકી, તેમજ તેમનો છોકરો પીન્ટો, ગોપીસિંહ સોલંકી, પુષ્પતસિંહ સોલંકી, તથા બકાભાઈ,મુન્નાભાઈને ઓળખ્યા હતા.
બીજા કોઈને ઓળખ્યા હતા નહી. આ લોકો કહેતા હતા કે તમે મંદિરે ફાળો આપ્યો નથી.જેથી અંહીયા વરઘોડો લઈને આવવુ નહી. તારા માથે પાઘડી શોભા નહી આપે તુ પાઘડી કાઢી નાખ તેમ કહીને જાતિવિષયક અપશબ્દો બોલ્યા હતા. છતા અમે કઈ બોલેલા નહી,અમારા કુટુબના માણસોએ મને બગી માથી ઉતારી દીઘો હતો.
અને દર્શન કરવા જતા હતા તે સમયે આ માણસો કહેતા હતા કે દર્શન કરવા આવે તો મારી નાખીશુ તેમ કહેતાદર્શન કર્યા ન હતા.લગ્નમાં મોટી બોલાચાલી ન થાય તે માટે તેમજ વાતાવરણ વરઘોડો પાછો વાળી દીધો હતો.અને આ માણસોએ અમારા વરઘોડા પર છુટા પથ્થરો માર્યા હતા.
જેથી ડીજે સિસ્ટમની લાઈટ પણ તુટી ગઈ હતી.અમે કોઈ બબાલ ન થાય તે માટે પાછા આવતા રહ્યા હતા.તે વખતે જયેન્દ્રસિંહ સહિતના માણસોએ તારી ઓકાત નથી ડીજે લઈને વરઘોડો કાઢવાની. આજ પછી જાે વરઘોડો લઈને નીકળ્યા છો તો ટાંટીયા તોડીને જાનથી મારી નાખીશુ.
ત્યારબાદ ઘરે પરત આવી ગયા હતા.અને બીજે દિવસે જુનાગઢ જીલ્લાના કેશોદ ખાતે જાન લઈને પરત આવ્યા હતા.
ત્યારબાદ બનાવ સંબધે સમાજના અગ્રણીઓ સાથે ચર્ચા કરીને પોલીસ ફરિયાદ કરી હતી. શહેરા પોલીસે આ મામલે બોરડી ગામના છ જણા સામે ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે.