Western Times News

Gujarati News

દલિત વિદ્યાર્થિનીને ફી ભરવા માટે જજે 15,000 રૂપિયાની મદદ કરી

પ્રતિકાત્મક

(એજન્સી) લખનૌ, અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેચના જસ્ટીસ દિનેશ કુમાર સિંહે અક તેજસ્વી દલિત વિદ્યાર્થિનીની ફી ભરવા માટે ૧પ હજાર રૂપિયાની સહાય કરી. વિદ્યાર્થિની સંસ્કૃતિ રંજન નાણાંભીડને કારણે સમયસર ફી ન ભરી શકવાથી આઈઆઈટી બનારસ હિદુ યુનિવર્સિટીના પ્રવેશથી વંચિત રહી ગઈ હતી. કોર્ટે જાેઈન્ટ સીટ એલોકેશન ઓથોરીટી અને આઈઆઈટી બનારસ હિંદું વિશ્વ વિદ્યાલયને પણ આદેશ કર્યો હતો કે સંસ્કૃતિને ૩ દિવસમાં પ્રવેશ આપવામાં આવે અને સીટ ખાલી ન હોય તો તેના માટે અલગથી સીટની વ્યવસ્થા કરવામાં આવે.

તેમણે સંસ્કૃતિની અરજી અંગે સુનાવણી દરમ્યાન આ આદેશ કર્યો હતો. સંસ્કૃતિએ ૧૦માં ધોરણમાં ૯પ ટકા અને ૧રમાં ધોરણમાં ૯૪ ટકા મેળવ્યા હતા. જેઈઈ એડવાન્સની એકઝામમાં તેનો ૧૪૬૯મો રેન્ક આવ્યો હતો. તેણે તેના પિતાની કિડની ખરાબ છે અને ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનુૃ છે.

હાલ તેમણે અઠવાડીયામાં બે વખત ડાયાલીસીસ કરાવવું પડે છે. પિતાની બિમારી અને કોરોનાના મારને કારણે પરિવારની નાણાંકીય સ્થિતિ ખરાબ હોવાથી તે સમયસર ફી ભરી શકી નહોતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.