Western Times News

Gujarati News

દવાની દુકાનોને ટાર્ગેટ કરતો રીઢો ચોર ઝડપાયો

અગાઉ વાહન તથા ઘરફોડ ચોરીના ૬પ ગુનામાં ઝડપાઈ ચુકયો છે

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેર ક્રાઈમબ્રાંચે બાતમીને આધારે શહેરની મેડીકલ દુકાનોના તાળાં તોડી ચોરી કરતા રીઢા ગુનેગારને ઝડપી લીધો છે પકડાયેલો શખ્શ અગાઉ ૬પ જેટલા ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગેની વિગત એવી છે કે ક્રાઈમબ્રાંચના પીઆઈ જેબલીયાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માહીતીને આધારે નરોડા સ્મશાન પાસેથી પરસોત્તમ ઉર્ફે પ્રકાશ ઉર્ફે દાસ દરજી (પ૧) (રહે. નવા નરોડા)ને મોટર સાયકલ તથા ચાવીઓના ઝુમખા સાથે ઝડપી લીધો હતો તેની કડક પુછપરછ કરતા પરસોત્તમે શહેરની ચાર મેડીકલ સ્ટોરના તાળાં તોડયા હોવાનું કબુલ્યું હતું

જે અનુસાર દસ દિવસ અગાઉ પલ્સર બાઈક લઈ વસ્ત્રાપુર ફાટક રોડ પર કૃષ્ણા શર્મા નામની દુકાનનું તાળું તોડી ૬પ હજારની રોકડ અને દવાઓની ચોરી કરી દવાઓ મણીનગર દક્ષીણી ફાટક પાસેની દવાની દુકાનમાં વેચી હતી. એ અગાઉ ૧૪ ઓગસ્ટે વેજલપુરમાં હરસિધ્ધ મેડીકલ નામની દુકાનમાંથી પ૧ હજારની રોકડ તથા દવાઓ ચોરી હતી જે દવાઓ મણીનગરની દુકાનમાં જ ર૮ હજાર રૂપિયામાં વેચી હતી.

એ જ રીતે પરસોત્તમે વાસણા તથા જીવરાજની દુકાનોમાં પણ કુલ ર૦ હજારની રોકડ તથા દવાઓની ચોરી કર્યા બાદ દવા એક લાખ રૂપિયામાં વેચી મારી હતી. તપાસ કરતા આરોપી અગાઉ સુરતમાં રહેતો વધારે ર૪ બાઈક ચોરીના ગુનામાં ઉપરાંત અમદાવાદમાં પણ ઘરફોડ ચોરીના ર૮ તથા વાહનચોરીના ૧૩ ગુનામાં પકડાઈ ચુકલો છે

તે ચોરી કરવા જાય ત્યારે મોટેભાગે પોતાની મોટર સાયકલની નંબર પ્લેટ બદલી નાખતો. ઉપરાંત પોતાની પાસે અલગ અલગ સાઈઝ તથા આકારની ચાવીઓનો ઝુમખો રાખતો હતો જેનાથી દુકાનોના તાળાં ખોલતો હતો અને ના ખુલે તો ખાતરીયા જેવા સાધનથી તાળા તોડી નાંખતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.