Western Times News

Gujarati News

દવા બનાવતી કંપનીનાં ઈમેઈલ હેક કરી ૨૫ હજાર ડોલરનો ચૂનો

પ્રતિકાત્મક

સોલા પોલીસે ફરીયાદનાં આધારે તપાસ હાથ ધરી

અમદાવાદ : સમય સાથે હાઈટેક બનેલાં આરોપીઓ હવે ઓનલાઈન છેતરપિંડીઓ (online fraud with fake email id) તરફ વળ્યાં છે. ફોન કરીને લોકોનાં ખાતાંની વિગત મેળવવાની ઘટનાઓ બન્યાં બાદ હાલમાં કોર્પાેરેટ કંપનીઓનાં ઈમેઈલ હેક (hacking corporate company email id) કરી તેમાં માહિતીમાં સુધારા વધારા કરીને અન્ય કંપની દ્વારા કરવામાં આવતાં પેમેન્ટ બારોબાર બીજા ખાતામાં મેળવી લેવામાં આવે છે. આવી જ એક ફરીયાદ સોલા પોલીસમાં (registered complain in sola police station ahmedabad) નોંધાઈ જેમાં ઓનલાઈન ગઠીયાઓએ દવાની કપનીને શિકાર બનાવી છે.

બ્રાઈટ જીની બાયોમેડીકલ ટેકનોલોજી (Brightgene biomedical technology) નામની કંપની મૂળ ચીનની છે અને અમદાવાદ ખાતે તથા બનાસકાંઠા ખાતે પણ પોતાની ઓફીસ તથા કારખાનું ધરાવે છે. અને દવા બનાવવાને લગતું કામ કરે છે. કંપનીનાં ગ્રાહકો વિદેશોમાં પણ આવેલાં છે.

આવો જ એક ઓર્ડર વિદેશી કંપની દ્વારા મળ્યા બાદ કંપનીએ તેમને માલ મોકલી આપ્યો હતો. અને પોતાની પેમેન્ટ માટેની માહિતી ઈમેઈલમાં મોકલી આપી હતી. જા કે અજાણ્યા હેકરોએ ઈમેઈલ હેક કરીને કંપનીની બેંક ખાતાની માહિતી બદલી નાંખી હતી. જેથી વિદેશી કંપનીએ ગઠીયાનાં ખાતામાં રૂપિયા નાંખ્યા હતાં.

બાદમાં બ્રાઈટ જીની કંપનીએ વિદેશી કંપનીને પેમેન્ટ માટે યાદ કરાવતાં તેમણે પેમેન્ટ કરી દીધી હોવાનું જણાવતાં બધા ચોંકી ઊઠ્યા હતા અને સમગ્ર ઘટના બહાર આવી હતી. જેથી કંપનીનાં એક અધિકારીએ સોલા પોલીસ સ્ટેશનમાં ૨૫ હજારથી વધુ ડોલરની છેતરપિંડીની ફરીયાદ અજાણ્યા ઈસમ વિરૂદ્ધ નોંધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.