Western Times News

Gujarati News

દશકમાં સૌથી ઓછો પગાર વધે તેવા સંકેત

નવીદિલ્હી: દેશની અર્થવ્યવસ્થા સુસ્તીના તબક્કામાંથી પસાર થઇ રહી છે. વિકાસદર છેલ્લા ૧૧ વર્ષના સૌથી નીચી સપાટી પર છે. બેરોજગારીની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે. જે નોકરી છે તેમાં પણ છટણીનો સામનો કરવાની લોકોને ફરજ પડી રહી છે. ઘણા કર્મચારીઓની નોકરી પહેલાથી જ જતી રહી છે. આ તમામ પરિસ્થિતિ  વચ્ચે હવે તમામ કર્મચારીની નજર હવે કરવામાં આવનાર વેતન વધારા પર કેન્દ્રિત થઇ ગઇ છે.

કયા સેક્ટરમાં કેટલો પગાર વધારો કરવામાં આવશે તેને લઇને અર્થશાસ્ત્રીઓ અને બજાર સાથે જાડાયેલા લોકો ગણતરી કરી રહ્યા છે. આ વખતે દશકમાં સૌથી વધારે તકલીફની સ્થિતિ  પ્રવર્તી રહી છે. દશકમાં સૌથી ઓછો ઘટાડો થનાર છે.


ગ્લોબલ પ્રોફેશનલ કંપની એઓનના સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, આ વર્ષે ઇ-કોમર્સ અને પ્રોફેશનલ સર્વિસ કંપનીમાં કામ કરનાર કર્મચારીને સૌથી વધારે પગાર વધારો મળી શકે છે. આ સેક્ટરમાં કામ કરનાર લોકોને ૧૦ ટકા પગાર વધારો મળી શકે છે. પરિવહન અને લોજિસ્ટિક  સેક્ટરમાં સૌથી ઓછો ૭.૬ ટકાનો પગાર વધારો મળી શકે છે.

મિડિયા અને એન્ટરટેઇનમેન્ટ સેક્ટરમાં ૮.૬ ટકાનો પગાર વધારો મળી શકે છે. આર્થિક મંદીના દોર વચ્ચે ખુબ ઓછા પગાર વધારાની સ્થિતિ  દેખાઈ રહી છે. મોંઘવારી ઝડપથી વધી રહી છે ત્યારે ઓછા પગાર વધારાના અહેવાલ આવી રહ્યા છે.  આવી સ્થિતિમાં બજાર સાથે જાડાયેલા લોકોમાં પણ નિરાશા દેખાઈ રહી છે. ગ્લોબલ પ્રોફેશનલ સર્વિસ કંપની દ્વારા કરવામાં આવેલા સર્વેમાં કહેવામાં આવ્યું છે કે તેના દ્વારા કરવામાં આવેલા સર્વેમાં તમામ કર્મચારીઓને આવરી લેવામાં આવ્યા છે. આર્થિક સુસ્તીથી ઓટો સેક્ટરની કમર તુટી ચુકી છે.

દરેક સેક્ટરની કારના વેચાણમાં ઘટાડો થયો છે. દર વર્ષે આ સેક્ટરના કર્મચારીઓની ૮.૩ ટકાનો વધારો મળે છે. ૨૦૧૮માં આ સેક્ટરમાં ૧૦.૧૦ ટકાનો પગાર વધારો રહ્યો હતો. આ સર્વે રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, સુસ્તી છતાં અન્ય વિકાસશીલ દેશોની સરખામણીમાં ભારતમાં પગાર વધારો વધારે છે. કારણ કે, અહીં મોંઘવારીનો દર પણ વધારે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.