દશામાના વ્રતનો આજથી પ્રારંભઃ કોરોનાના કારણે ઉત્સાહમાં નિરાશા
દશા સુધારતા દશામાંના વ્રતનો આજથી પ્રારંભ થયો ત્યારે બાયડમાં છેલ્લા કેટલાક વર્ષોથી દશામાંના વ્રતના ખૂબ મોટા પાયે ધામધૂમ પૂર્વક શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવે છે દશામાંના વ્રત પૂર્વે બાયડના બજારમાં મૂર્તિઓ ની દુકાનો ઠેર જોવા મળે છે જોકે આ વખતે કોરોના નો કહેર હોવાથી દુકાનદારો પણ સુરક્ષાની પુરતી વ્યવસ્થા સાથે મૂર્તિઓનું વેચાણ કરી રહ્યા છે અને મૂર્તિઓનું વેચાણ કરતી વખતે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ અને ભીડ ન થાય તેની પણ કાળજી લેવામાં આવે છે રૂપિયા ૨૦૦ થી ૫૦૦ રૂપિયા તેમજ ૨૦૦૦ રૂપિયા સુધીની મૂર્તિઓનું વેચાણ થઈ રહ્યું છે આ વર્ષે મૂર્તિના ભાવમાં ૧૦થી ૧૫ ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે તેમ છતાં ભક્તો ઉત્સાહભેર અને હર્ષોલ્લાસ સાથે માતાજીની મૂર્તિ લઈ જાય છે
વ્યાપારી અશોકભાઈ વાઘેલાના જણાવ્યા પ્રમાણે આ વર્ષે બજારમાં જોઈએ તેટલો ઉત્સાહ ભક્તોમાં જોવા મળતો નથી મૂર્તિ અન્ય જિલ્લાઓમાંથી મૂર્તિકારો દ્વારા બનાવવામાં આવે છે તે મૂર્તિ મૂર્તિકારો કોરોના સંક્રમિત હોય તો મૂર્તિ ખરીદનાર વેપારીઓ પણ કોરોના સંક્રમિત ન થાય તે માટે લોકોની અને વેપારીઓની સુરક્ષાના ભાગરૂપે અન્ય જિલ્લાઓમાંથી આવતી મૂર્તિઓને શેનેસેટેટાઈઝ કરી ટેમ્પોમાંથી ઉતારી વેચાણ અર્થે મૂકવામાં આવે છે
જેથી મૂર્તિ લેનાર સંક્રમિત થાય નહી અને લોકોનો ઉત્સાહ જળવાઈ રહે દશામાની મૂર્તિઓ ખરીદી ઉત્સાહભેર શ્રદ્ધાળુઓ દશામાના વ્રતની ઉજવણી દરમિયાન કોરોના નું વૈશ્વિક સંકટ ટળી જાય તેવી પ્રાર્થના સાથે ઉજવણી કરવાનું જણાવી રહ્યા છીએ કોરોના સંક્રમણ છતાં પણ દશામાના વ્રતની ઉજવણી નો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે જે ભારતીય સંસ્કૃતિની આગવી ઓળખ કહી શકાય ત્યારે તંત્ર પણ તેના વિસર્જન માટે વૈકલ્પિક વ્યવસ્થા કરે તે પણ જરૂરી છે