દશેરાઃ આસુરી શક્તિ પર દૈવી શક્તિનો વિજય
અસત્યમાંથી સત્ય તરફ, અંધકારમાંથી પ્રકાશમાં લઈ જતો દિવસ : રાવણદહન આકર્ષણનું કેન્દ્રઃ શસ્ત્રપૂજન તથા વાહનપૂજનનું મહત્ત્વ |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : નવરાત્રીના નવ દિવસ માતાજીની આરાધના પૂજા-અર્ચના તથા ઉપાસનામય રહેવાથી મનમાંથી આસુરી શક્તિઓનો નાશ થાય છે. અને અટલે જ આસુરી શક્તિઓનો પર વિજય મેળવવાનું પર્વ એટલે જ દશેરા- પાપ, પૂણ્ય અને દૂરાચર પર વિજય મેળવવાનું પર્વ એટલે જ દશેરા.
દશેરાના પર્વ અમદાવાદ સહિત સમગ્ર રાષ્ટ્રમાં ઉજવવામાં આવી રહ્યો છે. ભારે ધામધૂમથી ઉજવાતા આ પર્વનું કેન્દ્રબિંદુ છે. રાવણ-દહન.એમ કહેવાય છે કે રાજા રામે દશેરાના દિવસે અભિમાની લંકાપતિ રાવણના વધ કરી વિજય મેળવ્યો હતો. સમગ્ર દેવલોક તથા ભૂલોકમાં ત્રાસ વર્તાવનારા મહિસાસૂરના નામના રાક્ષસનો પણ આ જ દિવસે વધ કરાયો હતો.
દશેરાના દિવસે દેશના અનેક સ્થળોએ રાવણદહનનો કાર્યક્રમ સમી સાંજે યોજાશે.પરંતુ આ રાવણ શિવના પ્રથમ ભક્ત હતા. તથા વિદ્વાન હતો. ચાર વેદોના જાણકાર હતા. અને તેથી જ આજે પણ દક્ષિણ ભારતના ઘણા વિસ્તારોમાં દશેરાના દિવસે રાવણ દહન કરવામાં આવતું નથી. દક્ષિણ ભારતના વિસ્તાર સહિત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાંક આદિવાસી વિસ્તારોમાં રાવણના મંદિરો પણ જાવા મળે છે.
મૈસુરમાં દશેરા મહોત્સવ દેશભરમાં વિખ્યાત છે. આજે મૈસુરનો રાજમહેલને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો છે. તથા રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠશ. તથા આખાયે મૈસુર શહેરને દિપમાળાથી શણગારવામં આવશે. તથા આતશબાજીનોં ભવ્ય નઝારો જાવા મળશે.ં
ગુજરાતમાં પણ આ પર્વ ભારે ધામધુમથી અને ઉત્સાહ-ઉલ્લાસ સાથે ઉજવાય છે. મંદિરોમાં ભગવાનને અનોખા શણગાર સજાવવામાં આવશે. તથા આસોપાલવ તથા હઝારીગલના ગોટાના તોરણોથી શણગારવામાં આવે છે. ભાવિક ભક્તોની ભીડ મંદિરોમાં જાવા મળે છે.
એક માન્યતા એવી છે કે આજે સમીવૃક્ષનું લાકડુ લાવી જા કબાટ કે તિજારીમાં પૂજા કર્યા બાદ મુકવામાં આવે તો લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. સમીનો છોડ જા મળે તો તે છોડ મકાનના ઈશાન ખૂણામાં વાવવાથી ધન-દોલતમાં વધારો થાય છે. સમી-પૂજનનું મહત્ત્વ ખુબ જ છે. શસ્ત્રપૂજન તથા વાહનપૂજનનું પણ મહત્ત્વ ઘણું છે.
શહેરમાં આજે સાંજના ઘણી જગ્યાએ રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. ભાડજ ખાતે આવેલા હરેકૃષ્ણ મંદિરમાં ૬૦ ફૂટની ઉંચાઈનું રાવણનું પૂતળું બનાવાયુ છે. તથા ઈસ્કોનમાં ૪૦ ફૂટની ઉંચાઈનું રાવણનું પૂતળું બનાવવામાં આવ્યુ હતુ. જેનું સમી સાંજે દહન કરવામા આવશે. આજે હરેકૃષ્ણ મંદિરમાં સુવર્ણ રથની સવારી નીકળશે. જ્યારે ઈસ્કોનના જ ગુરૂકૂળ મંદિરના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર થયેલ નાટીકા રામચંદ્ર વિજયોત્સવની થીમ પર ભજવવામાં આવશે.
સુરતમાં પણ રાવણ દહન માટે ભારે તૈયારીઓ ચાલી રહી છે.ે સુરતના વીઆઈપી રોડ પર ૬પ ફૂટ ઉંચાઈનું રાવણનું પૂતળું ઉભુ કરવામાં આવ્યુ છે. જેનું દહન સમીસાંજે કરાશે. છેલ્લા પ૦ દિવસથી આ પૂતળું તૈયાર કરવા માટે મથુરાથી આવેલ ખાસ ગામડાઓમાં આજે દશેરાના દિવસે પશુઓેની તથા મલ્લ કુસ્તીઓ પણ યોજવામાં આવે છે. શહેર પોલીસે પણ શસ્ત્રપૂજાનું આયોજન કરેલ છે.
દશેરાનો ઉત્સવ ફાફડા-જલેબી વગર ઉજવ્યો ન કહેવાય. ગમે એટલી મોંઘી જલેબી કે ફાફડા નહોય? પરંતુ અમદાવાદમાં આજે કરોડો રૂપિયાના ફાફડા-જલેબી ખાશે. ગયા વર્ષ કરતા આ વર્ષે ફાફડા જલેબીના ભાવમાં ૩૦ થી ૪૦ ટકાનો વધારો જાવા મળે છે.
શહેરમાં ફરસાણ તથા મીઠાઈની દુકાનો ઉપરાંત વિવિધ વિસ્તારોમાં થઈ ૩૦૦૦ થી વધુ નાના-મોટા ટેન્ટો (ફાફડા-જલેબી) જાવા મળે છે. વરસાદને કારણે આ વર્ષે ફાફડા અગાઉથી બનાવી શકાયા નથી. કારણે કે હવાઈ જવાની દહેશત રહેતી હતી એમ વેપારીઓનું કહેવું છે.
ગયા વર્ષે નવરાત્રી દરમ્યાન પણ ગરબા પૂરા થયા બાદ ધરાકી થતા ઓર્ડરો પણ મળતા હતા. પરંતુ આ વર્ષે વરસાદે મઝા મારી મુકી. ભાવ વધારા માટેનો કારણમાં તેઓ જણાવે છે કે કારીગરોને વધારે પૈસા ચુકવવા પડતા હોય છે. ઉપરાંત તેલ ચણાનો લોટના ભાવ પણ વધી જતા હોય છે.