દશેરા પર્વ નિમિત્તે મુખ્યમંત્રીએ સુરક્ષાકર્મીઓની સાથે શસ્ત્રપૂજન કર્યું

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દશેરા પર્વ નિમિત્તે ગાંધીનગર ખાતે આવેલા મુખ્યમંત્રી નિવાસસ્થાને સુરક્ષાકર્મીઓની સાથે શસ્ત્રપૂજન કર્યું હતું.
રાજ્યના નાગરીકોને શુભેચ્છા પાઠવતાં આસુરીશક્તિ પર દૈવીશક્તિના વિજયના અવસરે વિઘટનકારી તત્વોને પરાસ્ત કરી રાષ્ટ્ર-રાજ્ય નિર્માણનું કર્તવ્ય નિભાવવા અપીલ કરી હતી.
નવરાત્રિના નવમા નોરતે ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રી આવાસનું પ્રાંગણ નારીશક્તિ અભિવંદનાનું આંગણ બન્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિવિધ ક્ષેત્રે સફળતા મેળવનાર રાજ્યની ૧૮ નારીશક્તિને આમંત્રિત કરી ‘નારાયણી નમોસ્તુતે’ કાર્યક્રમમાં સહજ સંવાદ કરી તેમનું સન્માન કર્યું હતું.
ત્યારબાદ મુખ્યમંત્રી હવાઈ માર્ગે સુરત પહોંચ્યા હતા, મુખ્યમંત્રી બન્યા બાદ પહેલીવાર સુરત પધાર્યા ત્યારે સુરત એરપોર્ટ ખાતે એમનું ભાવભીનું સ્વાગત સી. આર. પાટીલ અને અન્ય અગ્રણીઓએ કર્યુ હતું.
અને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત દ્વારા ₹ ૨૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર છાત્રાલયના ફેઝ -1નો શિલાન્યાસ વિધીમાં ભાગ લીધો હતો. આ શિલાન્યાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી કર્યો હતો. આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા.