દસક્રોઈના ખેડૂતની જમીન ઉદય ઓટોલીંક દ્વારા પચાવી પડાઈ હતી
જમીન પચાવી પાડતા દુઃખી ખેડૂતની મુખ્યમંત્રી સમક્ષ ઈચ્છા મૃત્યુની માંગ
(એજન્સી) ગાંધીનગર, દસક્રોઈના મુઠીયા (Muthia village, Daskroi, Ahmedabad) ગામના ખેડૂતની જમીન ભૂમાફિયા દ્વારા પડાવી લેવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઉદય ઓટોલીંકના માલિક અને તેના પુત્રએ જમીન પચાવી પાડી હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. જમીન કૌભાંડ અંગે સરાર અને પોલીસને જાણ કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે ખેડૂતે મુખ્યમંત્રી પાસે ઈચ્છામૃત્યુની માંગણી કરી છે.
મુઠીયા ગામના ખેડૂત રામાજી ઠાકોરે Ramaji thakor આરોપ મુક્યો છે કે ઉદય ઓટોલીંકના Uday Autolik માલિક ઉદય ભટ્ટ Uday Bhatt અને ગેલેક્ષી લેઝર લીમીટેડના Galaxy laser limited માલિક હેમાંગ ઉદય ભટ્ટ ખોટા દસ્તાવેજ બનાવી તેમની જમીન પચાવી પાડી છે. ૭ર વર્ષની ઉંમરે પણ રામાજીને જમીન મુદ્દે ન્યાય મેળવવા માટે તાલુકા, જીલ્લા અને રાજ્યકક્ષાની સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે. પરંતુ ક્યાંય તેમને ન્યાય મળ્યો નથી. રામાજી ઠાકોરે વધુ આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે ઉેદય ભટ્ટ અને હેમાંગ ભટ્ટ મારી જમીનની સાથે અન્ય ચાર જમીનના પણ ખોટા દસ્તાવેજ બનાવી કૌભાંડ આચર્યુ છે. આ જમીનથી જ તેમના માલિકોના જીવનનિર્વાહ ચાલી રહ્યો હતો.
આખરે કયાંયથી ન્યાય ન મળતા રામાજી ઠાકોરે મુખ્યમંરી કાર્યાલયમાં આવીને મુખ્યમંત્રી પાસે ઈચ્છામૃત્યુની માંગણી કરી છે. રામાજીએ રજુઆત કરતા જણાવ્યુ હતુ કે જા સરકાર જમીન મુદ્દે અમને ન્યાય ન આપી શકે તો છેલ્લે ઈચ્છા મૃત્યુની મંજુરી આપે.