Western Times News

Gujarati News

દસમાં ધોરણમાં નાપાસ થતાં બહેરામપુરાની સગીર બાળાનો આપઘાત

Files Photo

અમદાવાદ: તાજેતરમાં જ દસમાં અને બારમાં ધોરણનાં પરીણામ જાહેર થયા હતા જેમા કેટલાયે વિદ્યાર્થીઓ નાપાસ થતા નિરાશ થયા હતા આવી જ રીતે બહેરામપુરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતી ૧૬ વર્ષની બાળકી ફેઈલ થતા અઠવાડીયા સુધી ગુમસુમ રહ્યા બાદ ઘરે કોઈ ન હતુ એ વખતે ગળેફાંસો ખાઈ લેતા ચકચાર મચી ગઈ છે.નરેશભાઈ પરમાર પોતાના પરીવાર સાથે લાલ બહાદુર શા†ીનગર બહેરામપુરા ખાતે રહે છે તેમની પુત્રી ભુમિકાએ દસમા ધોરણની પરીક્ષા આપી હતી જેનુ પરીણામ હાલમા જાહેર થયુ હતુ જેમા ભુમિકા નાપાસ થઈ હતી

જા કે પરીવાર જનોએ તેને ચિતા ન કરવા કહ્યુ હતુ તેમ છતા ભુમિકા પરીણામ આવ્યા બાદ નિરાશ થઈ જતા ગુમસુમ રહેતી હતી. દરમિયાન શનિવારે સાંજે ઘરના તમામ સભ્યો બહાર ગયા હતા જ્યારે ભુમિકા અને તેની વૃદ્ધ દાદી ઘરે હતા ત્યારે સાડા પાચ વાગ્યાના સુમારે એકલતાનો લાભ ઉઠાવી પોતાના રૂમમાં ગળે ફાસો ખાઈ આપઘાત કર્યો હતો મોડેથી પરત ફરેલા પરીવારે આ દૃશ્ય જાતા જ તે ચોકી ગયા હતા અને માનસિક રીતે તુટી ગયા હતા.

આ અંગે જાણ થતા કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં સ્ટાફ ઘટના સ્થળે પહોચી ગયો હતો અને ભુમિકાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો ઘટના અંગે મહીલિા પી આઈ સિહે જણાવ્યુ હતુ કે ઘટના સમયે બાળકી અને તેના દાદી જ ઘરે હાજર રહ્યા હતા જા કે પૌત્રીનાં મૃત્યુ બાદ દાદી આઘાતમા સરી પડ્યા છે જેના કારણે બાદમા તેમની પુછપરછ કરવામાં આવશે. સગીર બાળાએ આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.