દસમી વાર ગોએરને બેસ્ટ ઓન- ટાઈમ- પર ફોર્મર
- વર્તમાન તિથિ વર્ષમાં ગોએર લાગલગાટ 6 મહિના માટે નંબર એક સ્થાન પર.
- ઓટીપી On time Performance આગેવાની વિશ્વસનીયતાનો દાખલો છે.
- જૂન 2019માં 94 ટકાનું સર્વોચ્ચ લોડ ફેક્ટર નોંધાવ્યું.
- જૂન 2019માં 13.3 લાખ પ્રવાસીને સેવા આપી
ભારતની સૌથી ઝડપથી વૃદ્ધિ પામતી એરલાઈન્સ ગોએર દ્વારા જૂન 2019માં લાગલગાટ 10મા મહિના માટે શિડ્યુલ્ડ ડોમેસ્ટિક કેરિયર્સમાં સર્વોચ્ચ ઓન- ટાઈમ- પરફોર્મન્સ (ઓટીપી) ફરી હાંસલ કરાયું છે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિયેશન (ડીજીસીએ) દ્વારા જારી ડેટા અનુસાર ગોએરે 86.8 ટકા ઓટીપી નોંધાવી છે, જે શિડ્યુલ્ડ ડોમેસ્ટિક એરલાઈન્સમાં સર્વોચ્ચ છે.
ગોએરના પ્રવક્તા અનુસાર સંસ્થાનાં લાગલગાટ છ મહિના માટે મજબૂત લોડ પરિબળોને લીધે અમારા પ્રવાસીઓ માટે ભારતમાં અગ્રતાની એર લાઈન કેરિયર બન્યા છીએ. ગોએરે સેંકડો પહેલોને લીધે સતત વધતી સ્પર્ધાત્મક બજારમાં ઓટીપી આગેવાન સ્થાન જાળવી રાખ્યું છે, જે અમારા પ્રવાસીઓ માટે ઉત્કૃષ્ટ સેવા ગુણવત્તા અને વધુ વિશ્વસનીયતાનું પરિણામ છે. આથી મહત્ત્વપૂર્ણએ છે કે અમારા કર્મચારીઓની એક ધારી સમર્પિતતા અને કટિબદ્ધતાને લીધે પણ ભારતના ઉડ્ડયનક્ષેત્રમાં અમારી ઓટીપી આગેવાની જાળવી રાખવામાં મદદરૂપ થવા માટે નક્કર ભૂમિકા ભજવી છે.
આમ, વર્તમાન તિથિ વર્ષમાં ગોએર લાગલગાટ 6 મહિના માટે નંબર એક સ્થાને રહી છે.
જાન્યુ. 2019 | ફેબ્રુ. 2019 | માર્ચ 2019 | એપ્રિલ 2019 | મે 2019 | જૂન 2019 | રેન્ક | |
ગોએર | 75.9% | 86.3% | 95.2% | 96.3% | 91.8% | 86.8% | ગોએરને સર્વ 6 મહિના માટે પ્રથમ રેન્ક |
ઈન્ડિગો | 64.0% | 76.2% | 89.5% | 89.9% | 87.4% | 83.5% | |
સ્પાઈસજેટ | 69.2% | 77.1% | 82,9% | 80.4% | 74.7% | 75.2% | |
એરએશિયા | NA | NA | 91.9% | 93.0% | 89.1% | 85.1% | |
વિસ્તારા | 75.3% | 81.6% | 91.9% | 92.8% | 86.6% | 82.3% | |
એરઈન્ડિયાડોમેસ્ટિક | 56.6% | 60.5% | 69.0% | 70.7% | 70.3% | 61.0% |
આ સિદ્ધિ ગોએર દ્વારા સેવા આપવામાં કોઈપણ બાંધ છોડ વિના ગ્રાહક અનુભવ બહેતર બનાવવા પર એક ધારી રીતે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે તેનું પરિણામ છે. ઓટીપી રેન્કિંગ પ્રવાસીઓ વિશ્વાસનીય અને ભરોસો જોતા હોય ત્યારે આજના પરિપ્રેક્ષ્યમાં અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
વિવિધ સંશોધન અધ્યયનોમાં એ સિદ્ધ થયું છે કે બહેતર ગ્રાહક સંતોષ પ્રાપ્ત કરવો તે વિમાન ભાડાં અને ફ્લાઈટની ઉપલબ્ધતાથી પણ વિશેષ છે. એર લાઈનનો વિચાર કરતાં પ્રવાસીઓ સમયસરતા અને બાંયધરી અને સમયસર આગમન જેવાં પરિબળો ધ્યાનમાં લેતાં હોય છે.
જૂન 2019ના મહિના દરમિયાન ગોએરે 94 ટકાનું સર્વોચ્ચ લોડ ફેક્ટર નોંધાવ્યું હતું. ઉપરાંત તેણે 13.3 લાખ પ્રવાસીઓને સેવા આપી છે. આ સંખ્યા ખાસ કરીને ચોમાસુ બેસ્યા પછી ઘર આંગણાના પ્રવાસમાં મંદીની મોસમ ચાલતી હતી ત્યારે હાંસલ કરવામાં આવી છે.