દસ્ક્રોઇ તાલુકાના કુહા ખાતે પ્રાંત અધિકારીની હાજરીમાં યોજાયો શાળા પ્રવેશોત્સવ
દસ્ક્રોઈના કુહા ગામની ચરાની મુવાડી, બીલીપુરા, કુહા પ્રાથમિક શાળા તથા એસ.એમ. પટેલ માધ્યમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન
અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકાના કુહા ખાતે શાળા પ્રવેશોત્સવ- 2024ના કાર્યક્રમ દરમિયાન દસ્ક્રોઇ તાલુકાના પ્રાંત અધિકારી શ્રી તેજસકુમાર ચૌધરીએ ચરાની મુવાડી, બીલીપુરા અને કુહા પ્રાથમિક શાળા તથા એસ.એમ. પટેલ માધ્યમિક શાળા, કુહા ખાતે વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો.
દસક્રોઈ પ્રાંત અધિકારીશ્રી તેજસભાઈ ચૌધરી દ્વારા ચરાની મુવાડી પ્રાથમિક શાળામાં એસએમસી સભ્યો અને ગ્રામજનોની મુલાકાત કરી હતી. આ ઉપરાંત પ્રવેશોત્સવ દરમિયાન કુહા પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને કાર્યક્રમ દરમિયાન શાળા કિટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લાની ગ્રામ્ય અને શહેરી એમ કુલ 922 શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત આંગણવાડી, બાલવાટિકા, ધોરણ 1, ધોરણ-9 અને 11માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે.