દસ હજારનો વિદેશી દારૂ ઝડપી પાડતી બાયડ પોલીસ આરોપી ફરાર
અરવલ્લી જીલ્લાના આકડીયાના મુવાડા (ડેમાઈ) ગામે દરોડામાં બિયર ક્વાર્ટરીયા મળી કુલ રૂપિયા દસ હજારનો વિદેશી દારૂ બાયડ પોલીસે ઝડપ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે. વધુ પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, બાયડ પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઈ એસ એન પટેલ અને સ્ટાફના માણસો સાથે આકડીયાના મુવાડા(ડેમાઈ) ગામે દરોડામાં પ્રભાતસિહ રંગીતસિહ ઝાલાના ઘર પાછળના ભાગમાંથી બિયર ટીન, બોટલો, ક્વાર્ટરીયા મળી કુલ નંગ. ૫૩. કિંમત રૂપિયા ૧૦,૦૦૦/-ના મુદ્દામાલ મળી આવ્યો છે જ્યારે આરોપી નાસી છુટવામાં સફળ રહ્યો હતો.