દહીં પર રૂ.2 ની GST લેવાનું રેસ્ટોરન્ટને ભારે પડયું !-15000 દંડ થયો
નવીદિલ્હી, કેન્દ્ર સરકારે જીએસટી દાખલ કર્યા બાદ હોટેલો અને રેસ્ટોરેન્ટ આની આડશમાં તેમના ગ્રાહકોને છેતરતી હોય તેવા અનેક ઘટનાઓ બની રહી છે. જા કે તમિલનાડુના તિરૂનેવેલીમાં એમ કરતાં જતા એક રેસ્ટોરેન્ટને પસ્તાવાનો વારો આવ્યો છે. દહી પર જીએસટીપેટે રૂ. 2 GST વસુલતાં રેસ્ટોરેન્ટને દંડપેટે રૂ.૧પ,૦૦૦ ચુકવવા પડયા છે. આ ઘટનાની વિગત એવી છે કે ગ્રાહકે રેસ્ટોરન્ટ પાસેથી રૂ.૪૦ની દહી ખરીધું હતું. હોટેલે તેની પાસેથી જીએસટી પેટે રૂ.બે અને પેકીગ ચાર્જપેટે રૂ.એકની વસુલાત કરી હતી.
દહી પર જીએસટી નથી તેમ કહીને ગ્રાહકે વિરોધ કર્યો હતો સ્ટાફે એમ કહ્યું કે જીએસટી પર રૂ.બે ની જીએસટી સીસ્ટમમાં બતાવે છે. આથી તેમને પૈસા આપવા જ પડશે. એ પછી ગ્રાહક આ સંદર્ભમાં જીએસટીના અધિકારીઓને મળ્યો હતો અને આ મામલો ઉઠાવ્યો હતો. જાકે તેની દલીલ બહેરા કાને અથડાઈ હતી. એ પછી ગ્રાહક ફોરમમાં ગયો હતો અને તેનો કેસ ત્યાં રજુ કર્યો હતો. બંને પાર્ટીની દલીલ સાંભળીને ફોર્રમે રૂ.૧પ,૦૦૦નો દંડ ફટકાર્યો હતો.