દહેગામના મેદરા પાસે આવેલ નર્મદા કેનાલમાંથી યુવાનની લાશ મળી
ગાંધીનગર ગાંધીનગર જિલ્લા પાસે પસાર થઈ રહેલી નર્મદા કેનાલમા રોજ બરોજ આપઘાત કરવાના બનાવો દીન પ્રતિદીન વધી જવા પામ્યા છે. મનુષ્ય આ જીવનમા જ્યારે કોઈ આકસ્મિક બનાવ બને અથવા તો જીવનથી હારી થાકી ગયેલ વ્યક્તિને કોઈ રસ્તો ન મળે ત્યારે તે વ્યક્તિ પોતાનુ જીવન નર્મદા કેનાલમા ન્યોછાવર કરી દે છે. આવા બનાવો નર્મદા કેનાલમા વધી જવા પામ્યા છે.
તેવો જ તાજેતરનો બનાવ અમદાવાદ જિલ્લાના અણાસર ગામે રહેતા નીરાજ રજનીકાંત મકવાણા ઉમર ૩૦ વર્ષ ધરાવતા આ યુવાને કહેવાય છે કે તે જીવનથી કંટાડી ગયો હોય તેવુ લાગતુ હતુ અને તેને સંતાનમા એક પુત્રી પણ છે અને ૨૪ તારીખે ઘરેથી નોકરી જવાનુ કહીને નીકળી ગયો હતો. ત્યારે તે તેના મામાનુ ગામ મેદરા થાય છે તેથી કેટલાક વ્યક્તિઓને મામાના ઘરે જવાનુ કહીને નીકળ્યો હતો. અને સાંજના સમયે તેના ઘરના પરીવારને મોબાઈલ ઉપર વીડીયો કોલ કરીને છેલ્લે છેલ્લે વાત કરીને તેને મેદરા પાસે આવેલી નર્મદા કેનાલમા મોતની છલાંગ લગાવી દીધી હતી
ત્યારે તેનો પરીવાર દોડતો મેદરા કેનાલે આવીને તપાસ કરતા આ યુવાનનો કેલાનમા ક્યાય પત્તો લાગ્યો નહી અને ગઈ કાલે દહેગામ પાસે આવેલા બહીયલ ગામેથી કાલુભાઈ ખલાફી તરવૈયાની ટીમને બોલાવીને આ યુવાનની લાશ ગઈકાલે સાંજે મેદરાથી આગળ નર્મદા કેનાલમાંથી આ તરવૈયાઓએ લાશને શોધી કાઢી હતી અને આ લાશને પોલીસને પીએમ કરવા માટે મોકલી આપી હતી.