દહેગામમાં કરિયાણાની દુકાનમાંથી ચોર આખી ટ્રક ભરીને લાખોનો માલ સામાન ઉઠાવી ગયા
દહેગામનાં જવાહર માર્કેટમાં ચોરો ત્રાટક્યા, લાખોનાં માલ-સામાનની ચોરી
ગાંધીનગર, ગાંધીનગર જીલ્લાનાં દહેગામનાં પોશ ગણાતા અને અતિ ધનાઢ્ય દુકાનો ધરાવતા જવાહર માર્કેટની અંદર આવેલી મહાદેવ ટ્રેડર્સ નામની જથ્થાબંધ કરિયાણાની દુકાનમાં ચોરો ત્રાટક્યા હતા. નવાઈની વાત એ છે કે ચોરો આખી ટ્રક ભરીને માલસામાન ચોરી ગયા ગયા હતા.
આ મામલે દહેગામ પોલીસે ગુનો નોધી ચોરને ઝડપી પાડવા તજવીજ શરૂ કરી છે. ત્રણ લાખથી વધુનો માલ સામાન ચોરાયો હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
દહેગામમાં દિન-પ્રતિદિન ચોરીની ઘટનાઓ વધી રહી છે, તો બીજી તરફ પોલીસ પ્રશાસન સામે સવાલો ઉભા થયા છે, ગત રોજ શનિવાર ગત રોજ દહેગામ શહેરમાં આવેલા જવાહર માર્કેટની અંદર ચોરો ત્રાટકયા હતા. જેમાં મહાદેવ ટ્રેડર્સ નામની જથ્થાબંધ કરિયાણાની દુકાનને નિશાન બનાવી ચોરો આખી ટ્રક ભરીને લાખોનો માલ સામાન ઉઠાવી ગયા હતા.
તો બીજી તરફ ચોરીની ચોરીની જાણ થતા કુબેરનગરમાં રહેતા મહાદેવ ટ્રેડર્સના માલિક નારાયણ ભાઈ તેમજ લોકુમલ ભાઈ દહેગામ દોડી આવ્યા હતા. તેમણા જણાવ્યા મુજબ, દહેગામ શહેરમાં જવાહર માર્કેટની અંદર મહાદેવ ટ્રેડર્સ નામની કરિયાણાની દુકાન ધરાવે છે.
જેમાં તેલ ,દાળ અને જીવન જરૂરિયાતની તમામ પરચુરણ ચીજવસ્તુઓ હોલસેલના ભાવે વેચાતા હોય છે. ત્યારે રાત્રીના સમયે ચોરો દુકાનમાંથી લાખોનો માલ સામાન ચોરી કરીને ફરાર થઈ છે.
વરસાદની મોસમ વચ્ચે શનિવારના રાત્રે તકનો લાભ લઈ ચોરો આઇસર લઈ ને આવ્યા હતા. દુકાનના તળા તોડી, ૧૦૦ જેટલા તિરુપતી તેલના ડબ્બા સહિત, ૨૫ કિલોની તુવેરની દાળના ૫૦ કટ્ટા તેમજ ૨૦ કિલોની મગની દાળ પાંત્રીસ કટ્ટા, ૧૮ કિલોનાં ચા નાં બે થેલા અને બીજું પરચુરણ સહિત આશરે ત્રણ લાખથી વધુનો માલ આઇસરમાં ભરી પાલયમ થઈ ગયા હતા.