દહેગામ થી મજૂરીના ભાગે આવેલા શ્રમજીવીઓનો લુણાવાડા 61 પાટીયા પાસે ગંભીર અકસ્માત ..

ગોધરા, દહેગામ થી ખેતર મજૂરી કેરી ભાગે આવેલા ધંઉ ના જથ્યોને આઈસર ટેમ્પામા ભરીને ફતેપુરા તાલુકાના આશપુરા ગામે વતનમાં પરત આવી રહેલા શ્રમજીવીઓ ના કાફલાને લુણાવાડા તાલુકાના એકસઠ પાટીયા હાઇ-વે ઉપર અચાનક ટેમ્પાનું ટાયર ફાટતાં બેકાબૂ બનેલા ટેમ્પો પલટી ખાઇ જતાં સર્જાયેલા ગંભીર અકસ્માતમાં ૧૬ ઉપરાંત શ્રમજીવીઓ ને ઈજાઓ પહોંચી હતી.
એમાં ગોધરા સિવિલ હોસ્પિટલમાં એક ઇજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે એક માસૂમ બાળકી અને મહિલા ને વધુ સારવાર અર્થે વડોદરા એસ.એસ.જી મા ખસેડવામાં આવ્યા છે

આજ સવારમાં એકસઠ પાટીયા હાડોડ રોડ બ્રિજ પાસે સર્જાયેલા અકસ્માતના ગંભીર દ્રશ્યોમાં ઘઉં ની ગુણો નીચે કેટલાક ઇજાગ્રસ્તો દબાઈ ગયા હતા જ્યારે કેટલાક હવામાં ફંગોળાઈ ગયા હતા.જોકે અકસ્માતના પગલે ઘટનાસ્થળે દોડી આવેલા સ્થાનિક રાહદારીઓએ રાહત કાર્ય શરૂ કરીને લોહી લુહાણ ઈજાગ્રસ્તો ને બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે લુણાવાડા કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે રવાના કર્યા હતા.
આ પૈકી ૧૦ જેટલા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના આશપુરા ગામ ના રહીશો દહેગામ તાલુકામાં ખેત મજૂરી એ ગયા હતા.
આ ખેતમજૂરી મા ભાગે આવેલા ઘઉંનો જથ્થો ભરીને પરત વતનમાં આવવા માટે આઇસર ટેમ્પો ભાડે કરી પરત આવતાં લુણાવાડા તાલુકાના એકસઠ પાટીયા પાસે ટેમ્પો નુ ટાયર ફાટતા બેકાબૂ બનેલી આઇસર પલ્ટી ખાઇ ગઇ હતી એમાં અંદાજે ૫૦ વર્ષ ના ગંભીર ઇજાગ્રસ્ત મનાભાઈ સોમાભાઈ બારીયા નુ મોત નીપજ્યું હતું જ્યારે છ વર્ષની માસૂમ બાળા રાજલ રાજુભાઈ બારીયા,અને રીનાબેન કમલેશ બારીઆ ને વડોદરા ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
તસ્વીર: મનોજ મારવાડી, ગોધરા