દહેગામ નરોડા હાઈવે પર ટ્રકની ટક્કરથી ૨ યુવાનોના કમકમાટીભર્યા મોત

(પ્રતિનિધી) ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના વડોદરા ગામના પાટિયા પાસે બુધવારે રાત્રે એકટીવા જીજે ૭ વાય ઝેડ ૭૦૧૮ લઈને દહેગામના ત્રણ યુવકો જઈ રહ્યા હતા ત્યારે ટ્રક નંબર જીજે ૧૮ સી.આર. ૭૦૫૩ ના ચાલકે એકટીવા ને જાેરદાર ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો
દહેગામના ત્રણ યુવકો જે પૈકી એક યુવક નો જન્મદિવસ હોવાથી એક્ટીવા પર અમદાવાદ જતા હતા તે વખતે દહેગામ નરોડા હાઇવે પર વડોદરા પાટીયા પાસે દુર્ઘટના ઘટી હતી આ દુર્ઘટનામાં નીલ ઉર્ફે રવિ ગૌતમભાઈ અમીન ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું
જ્યારે મયૂર મોહનભાઈ લાખાણી ને હોસ્પિટલ લઈ જવામાં આવતો હતો ત્યારે રસ્તામાં તેણે દમ તોડયો હતો અને ત્રીજા યુવકને ઇજા થતાં તેની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પોલીસ કાર્યવાહીમાં વિલંબ થતાં એક મૃતદેહ રોડ પર દોઢેક કલાક સુધી રોડ પર રઝળી રહ્યો હતો અહીં પોલીસ પહોંચી ગઈ હતી
પરંતુ પંચનામુ કરવા માટે સ્ટાફ હજુ પહોંચ્યો ન હતો પોલીસની નબળી કામગીરી સામે લોકોમાં ભારે રોષ જાેવા મળ્યો હતો દહેગામના મયુર લાખાણી નો જન્મદિવસ જ મૃત્યુ દિવસ બની જતાં પરિવાર સહિત સગા સંબંધીઓમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ હતી
માતા-પિતાના એકના એક વ્હાલસોયા પુત્ર ગુમાવ્યા મૃત્યુ પામેલા આ યુવકો પૈકી નીલ (રવિ) ગૌતમભાઈ અમીન તેમજ મયૂર મોહનભાઈ લાખાણી તેમના માતા-પિતાના એકના એક પુત્ર હતા બનાવના દિવસે જ મયુર લાખાણી નો બર્થ ડે હતો જેથી તે મિત્રો ને બર્થ ડે મનાવવા માટે હોટલમાં લઈ ગયો હતો
તે સમયે આ કરુણ બનાવ બન્યો હતો દહેગામમાં આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ભારે શોક નો માહોલ જાેવા મળી રહ્યો હતો એ આ અંગે ડભોડા પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે