દહેજની SRF કંપનીમાં નાઈટ શીફ્ટમાં કર્મચારીઓને લઈ જતી બસ પલ્ટી
કર્મચારીઓ જીવ બચાવવા બારીના કાચ તોડી અન્ય કર્મચારીઓની મદદથી બહાર નીકળ્યા
(પ્રતિનિધિ) ભરૂચ, દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં કાર્યરત SRF કંપનીમાં ગતરોજ નાઈટ શિફ્ટમાં કામદારો લઈને જતી બસ અટાલી પાસે પલ્ટી ગઈ હતી.જેથી અકસ્માત થતાં બસમાં સવાર તમામ કામદારોના જીવ તાળવે ચોંટયા હતા.જેથી જીવ બચાવવા કામદારોએ બસના કચ્છ તોડી એક બાદ એક બહાર નીકળ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાની દહેજ ઔદ્યોગિકમ અનેક એકમો આવેલા છે.જેમાં કામ કરતા કામદારોને લાવવા લઈ જવા માટે અનેક ટ્રાન્સપોર્ટની ખાનગી લક્ઝરી બસો ચાલે છે.ત્યારે ગતરોજ દહેજમાં આવેલી SRF કંપનીના કર્મચારીઓને રોજ બરોજની જેમ નાઈટ શિફ્ટમા કર્મચારીઓ ને લઈ જવા માટે લક્ઝરી બસ ભરૂચથી દહેજ જવા નીકળી હતી.
આ દરમ્યાન અટાલી ગામ નજીક વૈભવ હોટેલ પાસે અચાનક બસ પલ્ટી ગઈ હતી.જેથી રાત્રી લના સમયે બસની અંદર નિદર માણી રહેલા કર્મચારીઓના એક સમયે જીવ તાળવે ચોંટયા હતા અને જીવ બચાવવા માટે બસની કાચની બારીઓ તોડી તેમાંથી માં બહાર નીકળ્યા હતા.જોકે આ સમયે ત્યાથી પસાર થતી અન્ય બસના કર્મચારીઓ પણ મદદ માટે દોડી આવી લોકોને બહાર કાઢવામાં મદદે લાગ્યા હતા.જોકે સદ્દનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ચોમાસામાં મોટા ભાગના માર્ગો ધોવાઈ જવાના કારણે મોટા મોટા ખાડો પડ્યા છે.તો બીજી તરફ ખાનગી ટ્રાવેલ્સના બસ ચાલકો પણ બેફામ ચાલતા હોવાના માર્ગ અકસ્માતનો ભોગ બનતા હોય છે અને નિર્દોષ લોકો જીવ ગુમાવતા હોય છે.ત્યારે ખાનગી બસના ચાલકો બિસ્માર માર્ગોને પગલે વાહનો ધીમે હંકારે તે જરૂરી બન્યું છે.