દહેજમાં બિરલા કોપરના પ્લાન્ટે ફેલાવેલા પ્રદૂષણની તપાસ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ કરશે

સુરતની બ્રેકિશ વોટર રિસર્ચ સેન્ટરે દિલ્હી ખાતેની એનજીટીમાં ફરિયાદ કરી હતી
અમદાવાદ, નવી દિલ્હી ખાતે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પ્રિન્સિપલ બેન્ચ સમક્ષ બ્રેકિશ વોટર રિસર્ચ સેન્ટર- સુરત દ્વારા ગુજરાત રાજય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને અન્યો વિરુદ્ધના કેસોમાં તા.પમી જાન્યુઆરી ર૦રર એ ટ્રિબ્યુનલમાં સુનાવણી થઈ હતી.
જેમાં દહેજ ખાતે આવેલ હિન્ડાલ્કો ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોપર સમેલ્ટર પ્લાન્ટ દ્વારા ફેલાવવામાં આવતા પ્રદુષણના પ્રશ્નો બાબતે કોર્ટે સાત સભ્યોની સમિતિ રચવાનો આદેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, બિરલા કોપર માટે હિન્ડાલ્કો ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા પ્લાન્ટનું સંચાલન કરવામાં આવે છે.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ ખાતે હિન્ડાલ્કો સંચાલીત બિરલા કોપર પ્લાન્ટ થકી પર્યાવરણ નિયમો અને મંજૂરીની શરતોના ઉલ્લંખન કરી પ્રદુષણ ફેલાવવામાં આવી રહ્યું છે. જેને અટકાવવા માટે તેમજ કંપનીની જવાબદારી નકકી કરીને પ્રદૂષણ રોકવા અને પરિસ્થિતિને સુધારવામાં એમ.એમ.એચ. શેખ દ્વારા એનજીટીમાં કેસ કરાયો હતો.
જીપીસીબીના નિરીક્ષણ અહેવાલોની શ્રેણી પરથી જાેઈ શકાય છેકે, પ્રદુષણ અને નિયમ ઉલ્લંઘન સતત વર્ષોથી ચાલુ જ છે છતાં જીપીસીબી એ પગલાં લીધા નથી. પીએપી પ્લાન્ટ રિએકટરમાં ૩ એસિડિક ધુમાડો રિએકટરની ટોચ પરથી મુક્ત કરવામાં આવતો અને રોક ફોસ્ફેટની ભારે ડસ્ટિંગ જીપીસીબીને જાેવા મળેલ.
ગુજરાત, જમ્મુ-કાશ્મીર અને દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ બી.સી. પટેલની અધ્યક્ષતામાં સાત સભ્યોની સંયુકત સમિતિ કામ કરશે. જેમાં વન અને પર્યાવરણ મંત્રાલય, સીપીસીબી, જીપીસીબી, એસઈઆઈએએ ગુજરાત, પીસીસીએફ (એચઓએફએફ- વન વિભાગ ગુજરાત) અને ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટીના પ્રતિનિધિઓ સભ્યો તરીકે રહેશે. સીપીસીબી અને જીપીસીબી સંકલન અને પાલન માટે નોડલ એજન્સી હશે. સમિતિની બેઠક ખાસ કરીને ત્રણ અઠવાડિયાની અંદર બોલાવવામાં આવશે અને સમિતિ ત્રણ મહિનાની અંદર તેનો તપાસ અહેવાલ ટ્રીબ્યુનલને સુપરત કરશે.