Western Times News

Gujarati News

દહેજમાં ખારા પાણીના શુદ્ધિકરણ માટે 100 MLD ડિસેલિનેશન પ્લાન્ટનું લોકાર્પણ

ભરૂચ જિલ્લાના દહેજ ખાતે દરિયાના ખારા પાણીના શુદ્ધિકરણ માટે ૮૮૧ કરોડના ખર્ચે નવનિર્મિત દેશના સૌપ્રથમ ૧૦૦ MLD ડિસેલિનેશન પ્લાન્ટનું લોકાર્પણ કરતાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ઔદ્યોગિક જરૂરિયાતને પહોંચી વળવા માટે દરિયાના ખારા પાણીનું શુદ્ધિકરણ કરી તેને ઉપયોગયુકત બનાવવા ભરૂચ જિલ્લાના દહેજ-2 GIDC ઔદ્યોગિક વસાહત ખાતે ₹881 કરોડના ખર્ચે 25 હેક્ટરમાં નવનિર્મિત દેશના સૌપ્રથમ 100 MLD ડિસેલિનેશન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું.

ડિસેલીનેશન પ્લાન્ટ નિર્માણને રાજ્ય સરકારની આગવી સિદ્ધિ ગણાવતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે તમામ નાગરિકો અને રાજ્યના વિકાસમાં ભાગીદાર ઉદ્યોગોને સ્વચ્છ-પૂરતું પાણી મળે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. આ સાથે જ, તેમણે મહામૂલા પાણીના યોગ્ય અને કરકસરપૂર્વક ઉપયોગ પર ભાર મૂક્યો હતો.

આ ઉપરાંત, મુખ્યમંત્રીશ્રીએ અંકલેશ્વર ખાતે ₹5.44 કરોડના ખર્ચે નવનિર્મિત GIDCના અદ્યતન વહીવટી સંકુલનું લોકાર્પણ તેમજ નવી ઔદ્યોગિક નીતિ હેઠળ 93 MSME એકમોને ₹11 કરોડની સહાયના ચેકોનું વિતરણ પણ કર્યું હતું. આ ઉપરાંત, ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના ‘માય લિવેબલ ભરૂચ’ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.