Western Times News

Gujarati News

દહેજ અને અંકલેશ્વરમાંથી મોડી રાત્રીએ અંધારપટનો લાભ લઈ હવામાં છોડવામાં આવતું પ્રદુષણ

ભરૂચ જીલ્લાની ઔદ્યોગિક વસાહતો માંથી મોડી રાત્રીએ હવામાં પ્રદુષણ છોડતી કંપનીઓ સામે જીપીસીબી પગલાં ભરશે?

દહેજ અને અંકલેશ્વર જીઆઈડીસી માંથી મોડી રાત્રીએ અંધારપટનો લાભ લઈ હવામાં છોડવામાં આવતું પ્રદુષણ લોકો માટે જોખમી.

(વિરલ રાણા) ભરૂચ,
ભરૂચ જીલ્લામાં આવેલ ઔદ્યોગિક વસાહતો માંથી મોડી રાત્રીએ હવામાં પ્રદુષણ છોડવામાં આવતું હોવાની અનેક ફરિયાદ ઉઠી છે.રાત્રીના અંધારપટનો લાભ લઈ કંપનીઓ દ્વારા હવામાં પ્રદુષણ છોડવામાં આવતા આસપાસના લોકોએ પોતાના ઘરના બારી બારણાં બંધ રાખવાની ફરજ પડી રહી છે.

ત્યારે અંધારપટનો લાભ લઈ દહેજની બિરલા કોપર કંપની દ્વારા રાત્રીના સમયે હવામાં પ્રદુષણ છોડતા કંપની સામે જીપીસીબી કેમ મૌન છે તે બાબતે લોકોમાં અનેક સવાલો ઉભા થયા છે.ભરૂચ જીલ્લામાં સાત ઔદ્યોગિક વસાહતો આવેલી છે.જેમાં ભરૂચ, અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, દહેજ, વિલાયત અને પાલેજમાં હજારો ઉદ્યોગો આવેલા છે.

અને ઉદ્યોગો માંથી મોડી રાત્રીએ અંધારપટનો લાભ ઉઠાવી હવામાં પ્રદુષણ છોડવામાં આવી રહ્યું છે.જેના કારણે મોડી રાત્રીથી વહેલી સવાર સુધીમાં આસપાસના લોકોએ પ્રદુષણની દુર્ગંધ થી પોતાના બારી બારણાં બંધ રાખી ઘરમાં પુરાઈ રહેવાનો વાળો આવે છે.ત્યારે દહેજની બિરલા કોપર કંપની દ્વારા મોડી રાત્રીએ અંધારપટનો લાભ લઈ હવામાં પ્રદુષણ છોડવામાં આવી રહ્યું છે.

તેમ છતાં પ્રદુષણ મુદ્દે જીપીસીબીના નાક કેમ બંધ છે તે પ્રશ્ર્ન ભરૂચવાસીઓને મૂંઝવી રહ્યો છે.તો બીજી તરફ અંકલેશ્વર તરફ થી પણ મોડી રાત્રીએ ઉદ્યોગો માંથી છોડવામાં આવતા હવા પ્રદુષણના પગલે દુર્ગંધ આવતા નદી કાંઠે રહેતા માનવ વસ્તી માટે નુકશાન કારક બની રહ્યું છે.

પરંતુ ભરૂચ જીલ્લાનું જીપીસીબી ગાંધીજીના તીન બંદરની ભૂમિકામાં હોય તેમ બોલવું નહિ,સાંભળવું નહિ અને નાકે થી શ્વાસ નહિ લેવો જેવી ભૂમિકામાં હોવાના કારણે ભરૂચ જીલ્લાવાસીઓ ઉદ્યોગપતિઓના હવા પ્રદુષણના કારણે ભારે ત્રાહિમામ પોકારી ઉઠયા છે.ત્યારે હવે જોવું એ રહ્યું કે હવામાં પ્રદુષણ ફેલાવતી કંપનીઓ સામે જીપીસીબી ક્યારે લાલ આંખ કરી કાયદેસરની કાર્યવાહી કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.