Western Times News

Gujarati News

મહાવીર મીનરલ્સની ફેકટરીના માલિકને પોર લઈ જઈ રૂ.૧૫.૪૮ લાખની ખંડણી-લૂંટ.

હવામાં ફાયરિંગ કરી હરિયાણી ભાષામાં કહ્યું ,જો આ કેવો ધમાકો થાય છે, તારી શુ હાલત થશે. તે તું વિચાર કરી લે જે : મૂળ ભરૂચનો જીપ્સમનો વેપારી હાલ મુંબઈના બોરીવલીમાં રહે છે.

વડોદરામાં સારી ગુણવત્તાનું જીપ્સમ અપાવવાના બહાને ૫ શખ્સોએ હવામાં ફાયરિંગ કરી પેટ ઉપર દેશી બંદૂક રાખી રૂપિયા ખંખેરીયા : બોલેરો કારમાં આવેલી ટોળકી પોર નજીક હાથ પગ બાંધી ૧૬ કલાક રાખી ફરાર.

(વિરલ રાણા) ભરૂચ,મૂળ ભરૂચના ભોલાવના અને દહેજ તેમજ સુરતમાં ફેકટરી ધરાવતા મુંબઈના બિઝનેસમેનને વડોદરા સારી ગુણવત્તાનું જીપ્સમ અપાવવાના બહાને વેપારી પરિચિત્તે નર્મદા ચોકડીથી લઈ જઈ પોર પાસે હવામાં ફાયરિંગ કરી બંદૂકની અણીએ રૂ.૧૫.૪૮ લાખની ખંડણી-લૂંટ ચલાવતા ચકચાર મચી ગઈ છે.ભરૂચના ભોલાવની સ્નેહદીપ સોસાયટીમાં રહેતા અપૂર્વ ભરત શાહ હાલ મુંબઈ બોરીવલીમાં રહે છે.તેઓની કાંદીવલીમાં ઓફીસ આવેલી છે.દહેજના અલાદરા અને સુરતના બોરસરામાં મહાવીર મિનરલ્સ નામની ફેકટરીઓ છે.

જેઓ મરીન અને ફોસ્ફો જીપ્સમમાંથી જીપ્સમ પાઉડર બનાવવાનો વ્યવસાય કરે છે.ધનધાર્થી સંબંધોને લઈ ૯ મહિના પહેલા તેમનો પરિચય ભીમસિંગ ઉર્ફે ભીમો સાથે થયો હતો.ગત ૧૧ એપ્રિલે ભીમો એ અપૂર્વને સતત ફોનો કરી વડોદરામાં સારી ક્વોલિટીનું જીપ્સમ હોવાનું કહેતા અપૂર્વ ભરૂચ પોતાના ઘરે આવી રોકાયા હતા.જ્યાંથી ૧૩ એપ્રિલે નર્મદા ચોકડીથી પોતાની ક્રેટા કારમાં ભીમસિંગ અને તેની સાથે રહેલા અન્ય વ્યક્તિ સાથે વડોદરા જવા સવારે નીકળ્યા હતા. દરમ્યાન કરજણ ટોલ ટેક્સ પસાર થયા બાદ ભીમા એ ગાડી હું ચલાવી લવનું કહી પોર તરફ આગળ હંકારી હતી.

દરમ્યાન હરિયાણા પાસિંગની બોલેરો કારે તેમની ક્રેટાને આંતરી હતી.પોરથી ૫ કિ.મી અંદર અવાવરું જગ્યાએ કાર થોભાવી ક્રેટામાં બેસેલી વ્યક્તિએ અપૂર્વને દેશી બંદૂક બતાવી કારની પાછલી સીટમાં બેસી જવા કહ્યું હતું.જે વેળા બોલેરો માંથી અન્ય ૨ લોકો ક્રેટામાં વેપારીની આજુબાજુ બેસી ગયા હતા.વેપારીના પેટ પર બંદૂક મૂકી તેની પાસેથી આરોપીઓએ રૂપિયાની માંગણી શરૂ કરી હતી.હવામાં ફાયરિંગ કરી હરિયાણી ભાષામાં કહ્યું હતું કે જો આ કેવો ધમાકો થાય છે,તારી શુ હાલત થશે.

તે તું વિચાર કરી લે જે.જે બાદ માર મારી રૂપિયા માંગતા ફેકટરી માલિકે તેઓના પરિચિતોને ભરૂચ,વડોદરા, પાનોલી અને મુંબઈ ફોન કરી રૂ.૧૧ લાખથી વધુ રોકડ રકમની વ્યવસ્થા મોતના ડરથી કરાવી હતી.બોલેરો કારમાં આ આરોપીઓ રૂપિયા અલગ અલગ સ્થળોથી લઈ આવ્યા હતા.
મોબાઈલ માંથી ફેકટરી માલિકના ફોટા લઈ ઘટના અંગે પોલીસ ફરિયાદ કરી તો આખા પરિવારને મારી નાખવાની ધમકી આપી વેપારીને તેની જ કારમાં બાંધી દેવામાં આવ્યો હતો.

વધુમાં વેપારીએ પહેરેલી ડાયમંડની વીંટી,સોનાની ચેઈન,રોકડા ૫ હજાર,ડેબિટ કાર્ડ,પર્સ લઈ આરોપીઓ ફરાર થઈ એટીએમ માંથી પણ ડેબિટ કાર્ડ વડે રૂપિયા ૭૨ હજાર ઉપાડી લીધા હતા.૧૬ કલાક સુધી પોતાની કારમાં જ ફેકટરી માલિક બંધક રહ્યા બાદ શુક્રવારે રાતે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ભીમસીંગ સહિત અન્ય ૫ આરોપી સામે રૂ.૧૫.૪૮ લાખની ખંડણી અને લૂંટની ફરિયાદ નોંધાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.