દહેજ એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા મહિલાને એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ કરાવી
મહિલાને રસ્તામાં જ પ્રસુતીના લક્ષણો જણાતા એમ્બ્યુલન્સ માં પ્રસુતિ કરાવી.
ભરૂચ, ગુજરાત સરકારની ૧૦૮ ઈમર્જન્સી સેવા લોકો ને અનેકરૂપે મદદરૂપ થઈ રહી છે.આજે તા.૨૨ ના રોજ સવારે નવ કલાક આસપાસ ઈમરજન્સી એમ્બ્યુલન્સ માટે કોલ મળતાની સાથે દહેજ ૧૦૮ એમ્બ્યુલન્સ દહેજ પહોંચી હતી.ત્યાં પહોંચતા મેડીકલ સ્ટાફે જોયુકે સગર્ભા કાવેરીબેન થી ચાલી શકાય તેવી પરિસ્થિતિ નથી.ત્યારે ૧૦૮ ઈ અેમ ટી સિતેશભાઈ અને પાઈલોટ વિષ્ણુભાઈ એમ્બ્યુલન્સ માંથી જરુરી સામાન લઈને તેમનાં ઘરમાં પહોંચ્યા હતા.
દુખાવો વધારે હોવાથી એમ્બ્યુલન્સમાં લઈ ને હોસ્પિટલ તરફ જઈ રહ્યા હતા.ત્યારે રસ્તા માં જ આ બહેનને ડીલીવરી નાં લક્ષણો જણાતા પાયલોટ વિષ્ણુભાઈ ને એમ્બ્યુલન્સ રસ્તા ની બાજુમાં રાખવાનું જણાવ્યું. બાદમાં ૧૦૮ ના સ્ટાફે પરિસ્થિતિની ગંભીરતા જોઈને એમ્બ્યુલન્સ માંજ પ્રસૂતિ કરાવવાની કામગીરી હાથધરી હતી.ત્યારે એમ્બ્યુલન્સના સ્ટાફે સફળતાપૂર્વક પ્રસુતિ એમ્બ્યુલન્સ માંજ કરાવી હતી.
અમદાવાદ ૧૦૮ ની આોફિસમાં બેઠેલા ડોક્ટરની સલાહ લઈને ૧૦૮ ના સ્ટાફે સફળ ડિલિવરી કરાવી હતી.આ મહિલા કાવેરીબેને બેબીને જન્મ આપ્યો હતો.આ ખબર મળતા જ તેમના પરિવારે ખુશી સાથે ૧૦૮ ના સ્ટાફનો આભાર માન્યો હતો.બાદમાં માતા અને બાળકને જરુરી સારવાર માટે વાગરા સરકારી દવાખાને લઈ જવાયા હતા.૧૦૮ એમ્બુલન્સની ટીમની કામગીરીને હોસ્પિટલના કર્મચારીઓ , સગર્ભા મહિલાના પરિવારજનો તેમજ ૧૦૮ ના અધિકારીઓએ બિરદાવી હતી.