Western Times News

Gujarati News

“દહેજ પેટે રૂ. ૧૫ લાખ આપ નહી તો ગર્ભપાત કરાવી લે”

કોન્સ્ટ્રેલની પત્નીએ નોધાવેલી ચોકાવનારી ફરીયાદ 

 અન્ય કિસ્સામા મહિલા બેંક કર્મચારીએ સાસરીયા વિરુદ્ધ નોધાવેલી ફરિયાદ

અમદાવાદ : વર્તમાન સમયમાં સમાજમાં શિક્ષણ તથા સુધારો આવી રહ્યો છે અને ઘણી કુરીતી રીવાજા દુર કરવામાં આવી રહ્યા છે તેમ છતાં દહેજ જેવા કેટલાંક રીવાજા હજુ સુધી મા પ્રવર્તી રહ્યા છે ચોકાવનારી બાબત એ છે કે દહેજના મામલે સૌથી વધુ શિક્ષિત વર્ગમાંથી જ બહાર આવી રહ્યા છે આ પરીસ્થખિતિમા શહેરના નારણપુરા તથા મહીલા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ પત્ની અને એક ખાનગી બેંકની મેનેજરે પતિ તથા સાસરીયાઓ વિરુદ્ધ દહેજની ફરીયાદ નોધાવતા ચકચાર મચી છે.

પ્રથમ કિસ્સાની વિગત એવી છે કે નરોડા કૃષ્ણનગરમા રહેતી દિવ્યા સોલંકીના લગ્ન ગાંધીનગરના ભાવેશભાઈ સોલંકીક સાથે થયા હતા લગ્નના થોડા સમય બાદ જ સાસરીયાઓ દ્વારા દિવ્યાબેનને હેરાન પરેશાન કરવામા આવતા હતા તેમ છતા સાસરીયાઓ દ્વારા દિવ્યાબેનને હેરાન પરેશાન કરવામાં આવતા હતા તેમ છતાં ઘર સંસાર ન તુટે એ માટે તે બધુ સહન કરતાં હતા દરમિયાન કોન્સ્ટેબલ પતિ ભાવેશભાઈની બદલી થતા તેમની સાથે નવસારી ખાતે રહેવા જતા રહ્યા હતા

પરંતુ ત્યા પણ ભાવેશભાઈ પોતાનાં પરીવારની ચડવણીમા આવીને દિવ્યાબેન સાથે મમારઝુડ કરતા હતા દરમિયાન દિવ્યાબેન ગર્ભવતી થતા તે પોતાનાં માતા પિતાના ઘરે આવ્યા હતા પરંતુ શ્રીમંતની વિધિ બાકી હોઈ દિવ્યાબેનના પરીવારે ભાવેશભાઈ તથા તેમનાં પરીવારનો સંપર્ક કરતાં તેમણે શ્રીમંત કરાવવાની ના પાડી દીધી હતી

ઉપરાંત જા સાસરે પરત ફરવું હોય તો પંદર લાખ રૂપિયા આપવા નહીતર ગર્ભપાત કરાવી દેવાનું કહેતા દિવ્યાબેન આપઘાતમાં સરી પડ્યા હતા વડીલો દ્વારા સામાધાનનો પ્રયત્ન કરવા છતાં કોઈ ઉકેલ ન આવતાં છેવટે દિવ્યાબેન મહીલા પોલીસ સ્ટેશનમાં પતિ ભાવેશભાઈ તથા અન્ય સાસરીયાઓ વિરુદ્ધ દહેજ દ્વારા હેઠળ ફરીયાદ નોંધાવતાં પોલીસ તપાસ ચલાવી રહી છે.

જ્યારે નારણપુરામાં નોધાયેલી ફરીયાદ મુજબ અનુજા કોઠારી રહે પ્રગતિનગર નારણપુરા સાતેક વર્ષથી ખાનગી બેકમા આસીસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. સામાજીક રીતે તેમના લગ્ન થયાં હોવા છતા લગ્નના એકાદ માસ બાદથી જ પતિ હર્ષિલ કોઠારી તેને શરીરે બેડોળ હોવાના મેણા મારતો હતો ઉપરાત મારઝુડ પણ કરતો હતો જેના પગલે અનુજાબેનને પીજી તરીકે રહેવાની પણ ફરજ પડી હતી

તેમ છતા અનુજાબેન પતિ સાથે સમાધાન કરવાનો પ્રયત્ન કરતા હતા એ માટે પતિ સાથે મહીલા સહાયતા કેન્દ્રમાં જઈ કાઉન્સેલીગ પણ કર્યુ હતુ જા કે તેમા પણ પતિનો સાથ ન મળતાં છેવટે અનુજાબેન પતિ વિરુદ્ધ દહેજ માગવા અને શારીરીક માનસિક અત્યાચાર કરવાની ફરીયાદ નોંધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.