દહેજ માટે ત્રાસ ગુજારી રૂમમાં પુરી દીધેલી પરિણિતાને પોલીસે છોડાવી
(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરના ગોમતીપુર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે જેમાં ત્રણ મહિના પહેલા જ લગ્ન થયા બાદ સાસરિયાઓ દ્વારા પરિણિતા પર અત્યાચાર ગુજારી તેની પાસેથી મોટી રકમની દહેજની માંગણી કરવામાં આવતા અને તેને રૂમમાં પુરી દેતા પરિણીતાની બહેને પોલીસ સાથે પહોંચી જઈને પોતાની બહેનને બચાવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતાં.
આ અંગેની વિગત એવી છે કે શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલા મેઘધારા સોસાયટીમાં રહેતા શ્યામળભાઈ પરમારના પુત્ર વિશાલના લગ્ન ત્રણ મહિના પહેલા વિભૂતિ બહેન સાથે થયા હતાં લગ્નના થોડા દિવસ બાદ જ વિભૂતિ બહેન પાસેથી સાસરિયાઓ દ્વારા લગ્ન નિમિતે ૩પ લાખનો ખર્ચો થયો હોવાથી આ તમામ રકમ તેના પિયરથી લઈ આવવા માટે દબાણ કરવામાં આવતુ હતું જાકે લગ્ન વિભૂતિબહેનના પિતાએ રૂ.૧૦ લાખ રોકડા અને ૧ લાખની એફડી કરાવી આપી હતી આટલી રકમ આપવા છતાં વધુ રૂપિયા ૩પ લાખની માંગણી કરવામાં આવતી હતી
સાસરિયાઓના ત્રાસથી કંટાળી વિભૂતિબહેન અને તેનો પતિ વિશાલ પરમાર સાત દિવસ પહેલા જ અલગ રહેવા જતા રહયા હતાં અને તેઓએ રખિયાલ રોડ પર સ્વસ્તિક બંગ્લોઝમાં મકાન ભાડે રાખ્યુ હતું આ દરમિયાનમાં બે દિવસ પહેલા વિભૂતિબહેન ઘરે એકલા હતા ત્યારે તેઓના સસરા શામળભાઈ પરમાર આવ્યા હતા અને તેની સાથે બોલાચાલી કરી મંગળસુત્ર લુંટી લીધું હતું આ ઘટના બાદ વિભૂતિબહેન ખૂબ જ ગભરાઈ ગયા હતાં બીજીબાજુ વિભૂતિબહેને તેના પતિને સમગ્ર હકીકત જણાવી હતી.
આ ઘટના બાદ પતિ વિશાલ પરમાર તથા તેની સાસુ દક્ષા પરમાર પણ વિભૂતિ બહેન ઉપર ઉશ્કેરાયા હતા અને ૩પ લાખ રૂપિયા તેને પિયરથી લઈ આવવા જણાવ્યું હતું આ દરમિયાનમાં બોલાચાલી થતાં વિશાલ પરમારે વિભૂતિને માર મારી એક રૂમમાં પુરી દીધી હતી અને તેણે વિભૂતિની બહેન વૈશાલીને ફોન કર્યો હતો. પોતાની બહેન પર અત્યાચાર ગુજારી રૂમમાં પુરી દીધાની જાણ થતા જ વૈશાલીએ હિંમત દાખવી હતી અને તેણે આ સમગ્ર ઘટના અંગે પોલીસનો સંપર્ક સાધ્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતાં અને તાત્કાલિક વૈશાલીને લઈ સ્વÂસ્તક બંગ્લોઝ પહોચી ગયા હતાં અને રૂમમાં પુરેલી વિભૂતિબહેનને છોડાવી હતી. આ અંગે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.