દહેજ રોડ પરના અટાલી નજીક કારને અડફેટમાં લઈ ટ્રક ચાલક ફરાર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/07/Atari.jpg)
અકસ્માતમાં ૨ ના મોત અને ૨ ઘાયલ
(વિરલ રાણા, ભરૂચ) ભરૂચ દહેજ રોડ ઉપર એક સ્વિફ્ટ કારને કોઇ ટ્રકે ટક્કર મારી ફરાર થઈ જ્તા સર્જાયેલ અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તીઓના ગંભીર ઇજાઓના પગલે તેમના કરૂણ મોત નીપજયા હતા.જયારે કારમાં સવાર અન્ય બે વ્યક્તીઓને ઇજાઓના કારણે તત્કાલ સારવાર અર્થે ૧૦૮ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર ભરૂચ દહેજ રોડ ઉપર આજે વહેલી સવારે ૬ કલાક્ની આસપાસ એક મારૂતિ સ્વીફ્ટ નં.Gj-16-AP-8986ને પુર ઝડપે જતી કોઇ ટ્રકે અટાલી દહેજ રોડ ઉપર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારનો ખુરદો નીકળી જવા સાથે કારમાં સવાર બે વ્યક્તીઓના ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયા હતા.
જયારે અન્ય બે વ્યક્તિઓને ઘાયલ હાલતમાં ૧૦૮ મારફતે સારવાર અર્થે ભરૂચ સિવિલ લવાયા હતા.અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ અકસ્માત સર્જી ફરાર ટ્રક ચાલકની શોધ આરંભી આગળ ની કાર્યવાહી હાથ ધરી મૃતકો સહિત ઘાયલોના નામ ઠેકાણા જાણવા અને તેમના વળી વરસો ની શોધખોળ ના ચક્રો ગતિમાન કર્યા છે પરંતુ ઘાયલો બોલી શકે તેમ ન હોવાથી પોલીસ ની કામગીરી મુશ્કેલ બની રહી છે.