દાંતને સ્વસ્થ, સુંદર, સફેદ રાખવા છે? તો આ ઉપાય અજમાવો
બહેનો માટે સૌથી મહવ્ત્ની માહિતી પાલક, કોબીચ, ગાજર, અજમો, મેથી વગેરે શાકભાજી અને સફરજન, જમરૂખ વગેરે ફળ ચાવી ચાવીને ખાવાથી દાંત પર બાઝતું પ્લેક નામના પીળાશ પડતા સફેદ રંગનું પડ થતું નથી. તેથી દાંતની સુંદરતા આપોઆપ જળવાય છે.
મોટાભાગના શાકભાજી અને ફળમાં વિટામિન સી ભરપુર હોવાથી પેઢા મજબુત અને નિરોગી રહે છે. લગભી બધી જ બહેનો જાણતી જ હશે કે પેઢા મજબુત અને નિરોગી રહે તો દાંત પણ આપોઆપ તંદુરસ્ત રહે છે.
દાંતની સ્વસ્થતા જાળવવા માટે રોજના ખોરાકમાં કાજુ, બદામ, અખરોટ, પિસ્તાં વગેરે બરાબર ચાવીને ખાવાનું રાખો. તેમાં ફોસ્ફરસ હોવાથી મોમાં ગંધ ફેલાવનાર બેકટેરિયાનો નાશ થઈ જાય છે અને વિટામિન ડી દાંતના આંતરિક ભાગને મજબુત બનાવે છે.
ખોરા ક્યાં ક્યાં ખાવો તેની વાત કરી રહ્યા છીએ તો એક મહત્વનો ખુલાસો પણ કરી લઈએ. જે ખોરાક ખાતો તે બરાબર ચાવીને ખાઓ અને મોજથી ખાઓ. તમને જે વધારે ગમતા હોય એ જ શાકભાજી, ફળ અને સુકા મેવા ખાઓ, કારણ કે મનથી સ્વીકારીને જે કોઈ વસ્તુ બરાબર ચાવીને ખાઓ તો ચાવતી વખતે મોંમાં ભરપુર લાળ ઝરતી રહે છે
અને લાળ ખોરાકના પાચનમાં સૌથી પહેલું પગથિયું છે આ આપણે જાેઈ ગયા છીએ. જેમ લાળ વધારે ઝરતી રહે તેમ ખોરાક વધારે સારી રીતે પાચન થાય અને તમારું આરોગ્ય વધારે ફુલગુલાબી રહે. આરોગ્યના કારણે દાંત પણ સરસ, સુંદર સ્વસ્થ રહે. માંસાહારી લોકોએ સી-ફૂડ વધારે ખાવું જાેઈએ તેમાં ચરબી નહિવત હોય છે અને કેલ્શિયમ તથા પ્રોટીન ભરપુર હોય છે, તેથી તમારું શરીર નિરોગી અને મજબુત બને છે.
દાંતના આરોગ્ય અને સુંદરતા માટે સૌથી જરૂરી છે કે ચા, કોફી, આલ્કોહોલ, કાર્બોનેટેડ, પીણાં, શરબત શક્ય એટલા ઓછા પીઓ, બિલકુલ ન પીઓ તો સૌથી સારું, કેનબેરી અને સૂકી દ્રાક્ષ ખાવાથી મોમાં એન્ટિ ઓકસિડન્ટ ફરી વળે છે દાંત પર વળતા પ્લક નામના પીળાશ પડતા સફેદ પડને ધોઈ નાખે છે.
સૂકી કાળી દ્રાક્ષમાં કુદરતી ભરપુર શર્કરા હોવા છતાં તે દાંતમાં પોલાણ કરનાર બેકટેરિયા જન્મવા દેતી નથી. સૂકી કાળી દ્રાક્ષમાં ઓલિયાનોલીક એસિડ હોય છે જે દાંતના એનેમલ પર કોઈ જાતની નકુસાનકારક શર્કરાને જામવા જ દેતું નથી. દાંતમાં પોલાણ સર્જનાર સ્ટ્રેપ્ટોકોકસ મ્યુટાન્સ નામના બેકટેરિયાની નાશ કરે છે.
સાથે જ પોર્ફિરોમોનાસ જિન્જિવલીઝ નામના પેઢામાં સડો કરનાર બેકટેરિયાનો પણ નાશ કરે છે, એટલે સૂકી કાળી દ્રાક્ષ અચૂક રોજેરોજ થોડી થોડી ખાવી જાેઈએ.
દ્રાક્ષની જેમ શક્કરિયા પણ ગળ્યાં હોવાથી દાંત માટે નુકસાનકારક માની લેવામાં આવ્યા છે. પરંતુ તેમાં વિટામિન એ ઉપરાંત કેરાટિન નામનું પ્રોટીન હોય છે જે દાંતના એનેમલનું સર્જન કરે છે.
આમળાની સિઝનમાં આમળા, સ્ટ્રોબેરીની સિઝનમાં સ્ટ્રોબેરી, નારંગીની સિઝનમાં નારંગી, પાઈનેપલની સિઝનમાં પાઈનેપલ ભરપુરખાવાથી દાંતને વિટામિન સી મળતો રહે છે અને દાંત સ્વસ્થ રહે છે. કીવીમાં વિટામિન સી ભરપુર હોવા ઉપરાંત તેમાં ઈમ્યુનિટી વધારનાર તત્વો ખુબ હોય છે. તેથી સિઝનમાં એ પણ ખૂબ ખાવા જાેઈએ.