દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ‘‘કિચન ગાર્ડનીગ’’ પર મહિલા તાલીમ અને શિબીર યોજાઈ
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ‘‘હોલીસ્ટીક એપ્રોચ ઓફ એગ્રીકલ્ચરલ ડેવલોપમેન્ટ થ્રૂ એડોપ્ટેડ વીલેજીસ ઇન નોર્થ ગુજરાત’’ યોજના અંતર્ગત મહેસાણા જિલ્લાના લીંચ ગામની મહિલાઓને ‘‘કિચન ગાર્ડનીગ’’ ના વિષય પર મહિલા તાલીમ અને શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ તાલીમ અને શિબિરમાં અંદાજિત ૪૦ જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. આ તાલીમ વર્ગમાં કિચન ગાર્ડનીગનું મહત્વ અને તેની ઉપયોગીતા, શાકભાજી-ધરું ઉછેરની પધ્ધતિઓ, કિચન ગાર્ડનમાં શાકભાજી પાકોમાં આવતા રોગ-જીવાતો અને તેમનું નિયત્રણ, કિચન ગાર્ડનમાં સંકલિત પોષણ વ્યવસ્થા અને નર્સરી તેમજ બાગાયત વિભાગની મુલાકાત વગેરે વિષયો પર કૃષિ વૈજ્ઞાનિકો દ્રારા સમજ આપવામાં આવી હતી. તેમ વિસ્તરણ શિક્ષણ નિયામક અધિકારીશ્રી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.