દાંતીવાડા-ધાનેરા-ડીસા તાલુકાના 119 ગામોના 6 લાખ લોકોને પીવાનું શુદ્ધ પાણી સરળતાથી મળશે

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના થરાદ તાલુકામાં ખેંગારપૂરા-મહાજનપૂરા ખાતે નર્મદા આધારિત સીપૂ જુથ સુધારણા પાણી પુરવઠા યોજનાની સ્થળ મુલાકાત લીધી હતી. ₹241 કરોડની આ યોજનાથી દાંતીવાડા-ધાનેરા-ડીસા તાલુકાના 119 ગામોના 6 લાખ જેટલા લોકોને પીવાનું શુદ્ધ પાણી સરળતાથી મળી શકશે.
આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારની ભારતમાલા પરિયોજના અંતર્ગત રાજસ્થાનના સાંચોરથી ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપૂર સુધીના અંદાજે 125 કિ.મી લંબાઇના માર્ગના સિક્સ-લેન નિર્માણ કામગીરીની બનાસકાંઠાના થરાદ ખાતે નિરીક્ષણ મુલાકાત લીધી હતી.