દાંતીવાડા BSF કેમ્પસ ખાતે શસ્ત્ર પ્રદર્શન અને ડિબેટ સ્પર્ધાનું આયોજન કરાયું

(માહિતી બ્યુરો, પાલનપુર) ભારતની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના અવસરે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દાંતીવાડા બી.એસ.એફ. કેમ્પસ ખાતે બી.એસ.એફ.ની ૯૩ બટાલિયન, ૧૨૩ બટાલિયન, ૧૦૫૫ આર્ટી રેજિમેન્ટ દ્વારા સંયુક્ત રીતે ૯૩ બટાલિયનના ગ્રાઉન્ડ ખાતે શસ્ત્ર પ્રદર્શન કમ- ડિબેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
જેનું ૯૩ બટાલીયનના કમાન્ડન્ટશ્રી દલબીરસિંહ અહલાવત અને શ્રી નીરજની ઉપસ્થિતિમાં ઉદ્દઘાટન કરાયુ હતું. આ પ્રસંગે કમાન્ડન્ટશ્રી દલબીરસિંહ અહલાવતે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે, આપણામાં નાનપણથી જ રાષ્ટ્ર ભાવના કેળવાય અને દેશભક્તિના ગુણો વિકસે
તે માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ શસ્ત્ર પદર્શન અને ડિબેટ સ્પર્ધાનું આયોજન કરાયું છે. તેમણે કહ્યું કે, આજનું બાળક આવતીકાલનો શ્રેષ્?ઠ નાગરિક બને તે માટે બાળપણથી તેમનું ઘડત કરવું જરૂરી છે. આ કાર્યક્રમમાં ડિબેટ સ્પર્ધાના વિજેતા સ્પર્ધકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે કાર્યકારી કમાન્ડન્ટ શ્રી પી. શુક્લા, આર્ટી રેજીમેન્ટના શ્રી સુકેશ જરોલીયા, દાંતીવાડા કેન્દ્રીય વિધાલયના પ્રિન્સીપાલશ્રી ડૉ. બી. કે. સિંહ, વરિષ્ઠ તબીબી અધિકારીશ્રી ડૉ.એસ.પંગા, નવોદય શાળા દાંતીવાડાના ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ૫૦ કેડેટ્સ અને કેન્દ્રીય વિદ્યાલય કેમ્પસના ૫૦ વિદ્યાર્થીઓ મળી કુલ-૩૦૦ વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શસ્ત્રો રસપૂર્વક નિહાળ્યા હતા.