દાઉદના ભત્રીજા બાદ છોટા શકીલ વિરુદ્ધ એફઆઇઆર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/07/chotta-shakeel-1024x731.jpg)
મુંબઇ : ખંડણીના જે કેસમાં ગયા પખવાડિયામાં ડોન દાઉદ ઇબ્રાહિમના ભત્રીજા મોહમ્મદ રિઝવાન ઇકબાલ શેખની ધરપકડ કરવામાં આવી હતી તે જ કેસમાં મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે હવે છોટા શકીલને પણ આરોપી બનાવી દીધો છે. એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે અમે આ કેસમાં મકોકા લાગુ કર્યેો છે.
મકોકા લાગુ કરવા માટે મુખ્ય આધાર એ છે કે હજુ સુધી આ કેસમાં રિઝવાન સહિત ધરપકડ કરવામાં આવેલા ત્રણ આરોપી છોટા શકીલના સિન્ડીકેટ સાથે જાડાયેલા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મકોકા લાગુ કરવાની તમામ શરતો પૈકી એક શરત એ પણ છે કે કોઇ કેસમાં જે આરોપીઓની સામે એફઆઇઆર દાખલ કરવામાં આવેલી છે
તે પૈકી કોઇ એકની સામે છેલ્લા ૧૦ વર્ષમાં કમ સે કમ આરોપ પત્ર દાખલ થયેલા હોવા જાઇએ. અધિકારીએ કહ્યુ છે કે અમે જે પુરાવા એકત્રિત કર્યા છે તેમાં ધમકીભર્યા કોલની વિગત પણ છે.અત્રે ઉલ્લેખીય છે કે ૧૮મી જુલાઇના દિવસે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભત્રીજા રિજવાન કાસ્કરની મુંબઇ પોલીસ ક્રાઇમ બ્રાન્ચની એન્ટી એક્સટોર્શનસેલ દ્વારા ધરપકડ કરી લેવામા ંઆવી હતી.
તેના પિતા ઇકબાલ કાસ્કર પણ પહેલાથી પકડાઇ ચુક્યા છે. જે હાલમાં જેલમાં છે. મળેલી માહિતી મુજબ છોટા શકીલના સાથી અફરોજ વદારિયાને પણ મુંબઇ પોલીસે હવાલાના મામલામાં પકડી પાડ્યો છે. આ મામલામાં દાઉદના ભત્રીજાને પણ પકડી પાડવામાં આવ્યો છે. તાજેતરમાં જ પોલીસે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના એક નજીકના સાથી રિયાજ ભાટીને મુંબઇમાંથી પકડી પાડ્યો હતો. રિયાજ ભાટી નામના આ શખ્સને મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો.
એવા હેવાલ આવ્યા હતા કે ભાટીએ બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સની એમસીએ ક્લબની મેમ્બરશીપ હાંસલ કરવા માટે મુંબઇની વિલ્સન કોલેજના બોગસ દસ્તાવેજા બનાવી લીધા હતા. તે વર્ષ ૨૦૧૩માં ક્લબનો સભ્ય બની ગયોહતો. પાકિસ્તાનના દાવા મુજબ અંડરવર્લ્ડ ડોન દાઉદ હાલમાં પાકિસ્તાનમાં નથી. જા કે તેના પાકિસ્તાનમાં હોવાના અનેક વખત નક્કર પુરાવા મળી ચુક્યા છે. ગુપ્તચર સંસ્થાઓના હાથે કેટલાક એવા ફોટો હાથ લાગ્યા છે જે સાબિતી આપે છે કે તે પાકિસ્તાનમાં સક્રિય થયેલો છે. પોલીસ ટીમ શકીલના મામલે પણ ઉંડી તપાસ કરી રહી છે. કુખ્યાત છોટા શકીલ દાઉદ ગેંગથી અલગ ન હોવાનાહેવાલ પણ હાલમાં આવી ચુક્યા છે.