Western Times News

Gujarati News

દાઉદ ઇબ્રાહિમ અને છોટા શકીલના ૨ સાગરીતની ધરપકડ

નવીદિલ્હી, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એનઆઇએએ દાઉદ ગેંગ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. અહેવાલ છે કે એજન્સીએ દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગીઓ સાથે સંકળાયેલા ડી કંપની કેસમાં બે શકમંદોની ધરપકડ કરી છે.

આ શકમંદોને વિશેષ એનઆઇએ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ અઠવાડિયે એનઆઇએએ લગભગ ૨૯ સ્થળો પર સર્ચ કર્યું હતું. ધરપકડ કરાયેલા બંને આરોપીઓ છોટા શકીલના સહયોગી છે.

અહેવાલ મુજબ ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ આરીફ અબુબકર શેખ (૫૯) અને શબ્બીર અબુબકર શેખ (૫૯) તરીકે કરવામાં આવી છે.

એનઆઇએના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “બંને મુંબઈના પશ્ચિમી ઉપનગરોમાં ડી કંપનીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ટેરર ફાઇનાન્સિંગમાં સામેલ હતા.”એવા અહેવાલ છે કે પાકિસ્તાનથી ઇન્ટરનેશનલ સિન્ડિકેટ ચલાવતા છોટા શકીલ વિરુદ્ધ ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જારી કરી હતી. તે ડ્રગ્સની હેરાફેરી અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે.

અહેવાલ મુજબ, એક અધિકારીએ કહ્યું, “તપાસમાં જાણવા મળ્યું છે કે સમગ્ર સિન્ડિકેટ દાઉદ ગેંગ સરહદ પારથી ચલાવી રહી છે. અમે ૨૧ લોકોને તેમની ભૂમિકા માટે બોલાવ્યા છે.

તપાસ ટીમમાં સામેલ અધિકારીઓના જણાવ્યા અનુસાર, છોટા શકીલના સંબંધીઓ સલીમ કુરેશી ઉર્ફે સલીમ ફ્રુટ, સુહેલ ખંડવાની, સમીર હિંગોરાની, કથિત હવાલા ઓપરેટર્સ અબ્દુલ કયૂમ, અજય ગોસાલિયા, મોબિદા ભીવંડીવાલા, ગુડ્ડુ પઠાણ અને અસલમ સરોડિયા એનઆઈએના રડાર પર છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.