દાગીના બનાવતો બંગાળનો કારીગર ૪૬ ગ્રામ સોનુ લઈ રફૂચક્કર
કારીગર ચાલુ કામે તબિયતનું બહાનું કરી ઘરે ગયા બાદ પરત ન ફર્યો: કાલુપુર પોલીસે તપાસ હાથ ધરી
(પ્રતિનિધિ) અમદાવાદ, માણેકચોક સોની બજારમાંથી સોનુ લઈને કારીગર કે દાગીના બનાવનાર ભાગી ગયાની ફરીયાદો અવારનવાર સોનીઓ કરતા હોય છે આવા કિસ્સાઓમાં મોટેભાગે બંગાળથી આવેલા કારીગરો વિશ્વાસ જીતી લીધા બાદ છેતરપીંડી આચરી ફરાર થઈ જતા હોય છે ત્યારે આવો જ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં રતનપોળમાં દુકાન ધરાવતા સોનીને ત્યાં અઢી માસથી કામ કરતો કારીગર બે લાખ રૂપિયાથી વધુ કિંમતનું ૪૬ ગ્રામ જેટલુ સોનું લઈને ભાગી ગયો હતો.
આ અંગેની વિગત એવી છે કે દેવાંગભાઈ સોની (જીવરાજ પાર્ક, વેજલપુર) રતનપોળ મીર્ચી પોળમાં આવેલા રાજગુરૂ ચેમ્બરમાં પોતાની દુકાન ધરાવી સોના-ચાંદીના દાગીના વેચવાનો ધંધો કરે છે તેમની દુકાનમાં રોજીબુલ શેખ, સુલ્તાન, બિલ્લા, પસંદજીત, સોનુ તથા પસન મુરારીમોહન માંજી નામના વેસ્ટ બંગાળના છ કારીગરો કામ કરે છે જે બધા જ હાલ જસ એપાર્ટમેન્ટ ભુલાભાઈ પાર્ક કાંકરીયા ખાતે રહે છે જેમાંથી પસન છેલ્લા અઢી મહીનાથી જ તેમના ત્યાં કામ કરતો હતો એક મહીના અગાઉ દેવાંગભાઈએ પસનને કુલ ૩૦ર ગ્રામ જેટલું સોનું દાગીના બનાવવા આપ્યુ હતું. દરમિયાન ૧૩ ઓગસ્ટે પસન તબિયતનું બહાનું કાઢી ઘરે જતો રહયો હતો અને તબિયતના બહાના કાઢી દુકાને આવવાનું ટાળતો હતો જેથી દેવાંગભાઈને શંકા જતા તેમણે પસને બનાવેલા દાગીના તપાસતા તે ફકત રપ૬ ગ્રામ સોનાના નીકળ્યા હતા આ અંગે પૂછતા પસને પોતે ૪૬ ગ્રામ સોનુ ત્યાં આવીને આપી જશે કહી ફોન સ્વીચ ઓફ કરી નાખ્યો હતો.
ઘણાં પ્રયત્નો કરવા છતાં બાદમાં પસદ ન હી મળી આવતા દેવાંગભાઈ છેવટે કાલુપુર પોલીસ સ્ટેશને પહોચ્યા હતા અને પોતાની ફરીયાદ નોંધાવી હતી.