દાણચોરીના ત્રણ કેસમાં કસ્ટમ એક્ટ મુજબ ફરીયાદ
(એજન્સી) અમદાવાદ, એરપોર્ટ પર સોનાની દાણચોરી ના ૩ કેસમાં કસ્ટમ એક્ટની કલમ ૧૩ર અનેે ૧૩પ(આઈ)(એ) (બી) મુજબ ગુનો બનતો હોવાથી કોર્ટે ૩ કેસમાં ફરીયાદ દાખલ કરી છે. ઉપરાંત કોર્ટે ત્રણેય આરોપીઓને સમન્સ ઈસ્યુ કર્યા છે.
આ મામલે વધુ સુનાવણી ૧૯મી એપ્રિલના રોજ યોજવા આદેશ કર્યો છે. આ ચુકાદામાં એડીશ્નલ ચીફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ આર.બી. મારફતિયાએ નોંધ્યુ હતુ કે આરોપીઓ સામે પ્રથમદર્શીય કેસ બને છે અને તેમની સામે કેસ ચલાવવા જેટલા પુરતા પુરાવાઓ રેકર્ડ પર છે ત્યારે આરોપીઓને સમન્સ ઈસ્યુ કરવો યોગ્ય છે.
કેસ-૧ ૧૩ મી ફેેબ્રુઆરી ર૦ર૦ ના રોજ એતિહાદથી ફલાઈટ અમદાવાદ આવી હતી. ત્યારે મહારાષ્ટ્રના થાણે ખાતે રહેતો વિક્કી દયાલ છાબરીની વર્તણુક શંકાસ્પદ લાગી હતી. જેથી કસ્ટમ વિભાગે તેની તપાસ કરતાં તેની પાસેથી ૧૧૯૭ ગ્રામના ચાર પેકેટ મળી આવ્યા હતા. જે સોનાના હોવાનો ખુલાસો થયો હતો. તેની બજાર કિંમત રૂા.૪૪.૭૪ લાખ થતી હતી.
જેથી કસ્ટમ વિભાગે આરોપી વિકીનુૃ નિવેદન લીધુ હતુ. ત્યારબાદ તેની સામે કોર્ટમાં ફરીયાદ દાખલ કરી હતી. કેસ-ર) ૧૭ મી માર્ચના રોજ એર અરેબિયાની ફલાઈટ શારજહાથી અમદાવાદ લેન્ડ થઈ હતી ત્યારે રાજસ્થાનની મહાવીર સોનાનીની વર્તણુૃક શંકાસ્પદ લાગતા કસ્ટમ વિભાગેે તપાસ કરતા તેની પાસેથી ૩૩.૭૮ લાખની કિંમતનું ૯૯૭ ગ્રામ સોનું ઝડપાયુ હતુ.
જે ગેરકાયદે રીતે ઘુસાડવામાં આવ્યુ હતુ. જેથી આ મામલે આરોપી મહાવીર સામે કસ્ટમ વિભાગે કોર્ટમાં ફરીયાદ દાખલ કરી હતી. કેસ-૩ પ એપ્રિલના રોજ શારજહાથી અમદાવાદ આવેલી ફલાઈટમાંથી ઉતરેલા મહારાષ્ટ્રની થાણેની ચેતના ભરત માંડલીયાની વર્તણુૃક શંકાસ્પદ લાગતા તેની તપાસ કસ્ટમ વિભાગે કરી હતી.