દાણચોરો પાસેથી પાંચ કરોડ જેટલી કિંમતના સોનેરી ઘૂવડ અને દ્વિમુખી સાપ મળ્યા
મધ્ય પ્રદેશથી પશુ-પક્ષીની દાણચોરી સામે આવી
ભોપાલ, મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં વન્યજીવોની દાણચોરી કરતી એક ગેંગની પકડી પાડી છે. ઓપરેશન દરમિયાન દાણચોરી કરતી ગેંગના ૧૨ કરતા વધારે સભ્યોની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં ચાર મહિલાઓ પણ સામેલ છે.
ખાસ બાબત એ છે કે, વન્યજીવોની દાણચોરી કરતી આ ગેંગ પાસેથી સોનેરી ઘુવડ અને બે મોંઢા વાળો સાપને બચાવી લેવામાં આવ્યા છે. જેની આંતરરાષ્ટ્રીય બજારોમાં કિંમત કરોડો રૂપિયામાં આંકવામાં આવે છે.ઉજ્જૈન એસટીએફના જણાવ્યા અનુસાર ગેંગ પાસે એક સોનેરી ઘુવડ અને બે મોંઢાવાળો સાપ જપ્ત કરાયા હતા.
આ બંને જીવ ખૂબ જ દુર્લભ જીવ છે. સોનેરી ઘુવડને દાણચોરો તાંત્રિક ક્રિયાઓ માટે વેચે છે જેની કિંનત આશરે ૩ કરોજડ રુપિયા છે જ્યારે બે મોંઢાવાળો સાપનો ઉપયોગ દવા બનાવવા માટે થાય છે. જેની કિંમત આશરે ૨.૨૫ કરોડ રુપિયા છે. ઉજ્જૈન હાલમાં તમામ દાણચોરોની પૂછપરછ કરી રહી છે તેમની તમામ વિરુદ્ધ લાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.