Western Times News

Gujarati News

દાણાપીઠ ફાયર સ્ટેશનની ઈમારત ખાસ ટેકનીકથી ૩૪ સેકન્ડોમાં તૂટી

અમદાવાદ, શહેરના ગોળલીમડા પાસે મ્યુનિસિપલ દાણાપીઠ ખાતે આવેલી ફાયર સ્ટેશન અને ક્વાર્ટર્સનું ૧૦૦ વર્ષ જૂનું બિલ્ડિંગ ગુરૂવારે એસ્ટેટ વિભાગે જમીનદોસ્ત કર્યું હતું. બિલ્ડિંગના કંપાઉન્ડમાં જગ્યા હોવાથી જેસીબીના ઉપયોગ વગર હિટાચી મશીનની આગળ બ્રેકર લગાવી બિલ્ડિંગના કોલમને ૬૦ ટકા જેટલા તોડવામાં આવ્યા હતા અને ત્યારબાદ મશીન ત્યાંથી ખસેડી લેવાયું હતું. માત્ર ૩૪ સેકન્ડમાં જ ચાર માળનું આખું બિલ્ડિંગ જમીનદોસ્ત થઈ ગયું હતું.

આ ટેકનીકના ઉપયોગથી અત્યંત ભરચક વિસ્તાર હોવા છતાં આસપાસના એકપણ બિલ્ડિંગ કે દુકાનોને તેની અસર થઈ ન હતી. જા કે, તકેદારીના ભાગરૂપે ગુરુવારે સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધી વાહનો માટે અવર-જવર બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ સો વર્ષ જૂના અને ચાર માળના પુરાણા આ બિલ્ડીંગને ખાસ ટેકનીકથી તોડવામાં આવ્યું હતું, જે પત્તાના મહેલની જેમ બેસી જતાં ભારે સફળતાપૂર્વક બિલ્ડીંગ તોડવામાં આવ્યું હતું.

બિલ્ડીંગ એટલું સાવચેતીપૂર્વક અને સાવધાનીપૂર્વક તોડવામાં આવ્યું હતું કે, બિલ્ડીંગ તૂટવાથી આસપાસના મકાનો કે દુકાનોને અસર સુધ્ધાં થઇ ન હતી. હવે આ જગ્યાએ મલ્ટિલેવલ પા‹કગ બનાવવાની મ્યુનિસિપલ કોર્પોરેશને યોજના બનાવી છે. શહેરમાં પાર્કિગની સમસ્યા હલ કરવાના ભાગરૂપે મલ્ટિસ્ટોરીડ પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવાનું આયોજન કરાયુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.