દાણાપીઠ ફાયર સ્ટેશન ખાતે ૬૦૦ વાહનો માટે ઓટોમેટીક પાર્કીગ બનાવવામાં આવશે
ફાયર સ્ટેશન, ફાયર ઓફીસ, ૩૩ સ્ટાફ કવાર્ટસ મલ્ટીલેવલ પાર્કીગ તથા
|
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના દાણાપીઠ કાર્યાલય ખાતે પાર્કીગની સમસ્યા વિકટ બની રહી છે. મ્યુનિ. વહીવટીતંત્રમાં દીર્ઘદ્રષ્ટિનો અભાવ હોવાના માઠા પરિણામો ચુંટાયેલી પાંખ અને નાગરીકો બની રહયા છે. મ્યુનિ. શાસકપક્ષે ર૦૧૮-૧૯ના બજેટમાં પણ દાણાપીઠ કાર્યાલય ખાતે પાર્કીગ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માટે ખાસ બજેટની જાગવાઈ કરી હતી. પરંતુ અપુરતી જગ્યાના કારણે પાર્કીગ વ્યવસ્થામાં સુધારો થયો નથી.
તેથી દાણાપીઠ ફાયરસ્ટેશન અને સ્ટાફ કવાર્ટસનું નવીનીકરણ થઈ રહયું છે. જેમાં મલ્ટીસ્ટોરીડ પાર્કીગ કોમ્લેક્ષ બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. સાથે-સાથે નવા પાર્કીગ કોમ્લેક્ષથી મ્યુનિ.ભવન કાર્યાલયને જાડતો સ્કાયવોક પણ બનાવવામાં આવશે. આર્કીયલોજી વિભાગની મંજુરી લેવામાં આવશે.
મ્યુનિ.કોર્પોરેશનના દાણાપીઠ ફાયર સ્ટેશન ખાતે ત્રણ બિલ્ડીંગ હતા જેનાં ફાયર વિભાગની ઓફીસ તથા સ્ટાફ કવાર્ટસ હતા. સ્ટાફ કવાર્ટસના બ્લોક-એ તથા બ્લોક-બી ૪પ વર્ષ જુના છે. જયારે બ્લોક-સી લગભગ ૮૦ વર્ષ જુનો છે. ર૦૦૧ ના ભૂકંપ બાદ સ્ટાફ કવાર્ટસ અત્યંત ભયજનક બની ગયા હતા. પરંતુ અગમ્ય કારણોસર તેમાં રીપેરીગ કામ કરવામાં આવ્યું ન હતું.
શહેરના જમાલપુર અને મેમનગર ફાયર સ્ટેશન ના નવીનીકરણ થયા બાદ ખાતાના ઉચ્ચ-અધિકારીઓએ દાણાપીઠ ફાયર સ્ટેશન અને સ્ટાફ કવાર્ટસના નવીનીકરણ માટે દરખાસ્ત રજુ કરી હતી. જેને સતાધારી પાર્ટી દ્વારા લીલીંઝંડી આપવામાં આવી છે. દાણાપીઠ ફાયર સ્ટેશન ના અંદાજે પ૭૦૦ ચો.મી. પ્લોટ એરીયામાં ર૮૦૦૦ ચો.મી.નું બાંધકામ કરવામાં આવશે.
જેના માટે રૂ.૭૧ કરોડનો ખર્ચ થશે. દાણાપીઠ ફાયર સ્ટેશન ખાતે હયાત એ બ્લોકમાં ર૦સ્ટાફ કવાર્ટસ બી બ્લોકમાં૩ર તથા સી બ્લોકમાં ૩૩ સ્ટાફ કવાર્ટસ છે.મ્યુનિ.કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં નવા પ્લાન મુજબ સદ્દર સ્થળે ફાયર એડમીન બિલ્ડીંગ રેસી.કવાર્ટસ તથા મલ્ટીલેવલ પાર્કીગ તૈયાર થશે.
મ્યુનિ.કોર્પોરેશનના આંતરીક સુત્રોએ જણાવ્યા મુજબ દાણાપીઠ ફાયર સ્ટેશન ખાતે તૈયાર થનાર ફાયર બીલ્ડીંગમાં મોટા વાહનો માટેપાંચ ગેરેજ, કંટ્રોલરૂમ, સીનીયર ઓફીસરની કેબીન, ત્રણ જુનીયર ઓફીસર્સ કેબીન, ચીફ ફાયર ઓફીસરની ઓફીસ, ત્રણ બીએચકે નો એક ફલેટ, બે બી.એચ.કેનો બે ફલેટ તથા એક બી.એચ.ક કેના ૧ર ફલેટ બનાવવામાં આવશે.
રેસી.કવાર્ટસમાં ફાયર ફાયટર્સ માટેએક બી.એચ.કે ના ર૧ સ્ટાફ કવાર્ટર તૈયાર થશે. જયારે સી બ્લોકમાં મલ્ટીલેવલ પાર્કીગ બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૪૦૯ ફોર-વ્હીલર્સ અને રરર ટુ-વ્હીલર્સ પાર્ક થઈ શકશે. મલ્ટીલેવલ પાર્કીગ થી મ્યુનિ.ભવન સુધી સરળતાથી અવરજવર થઈ શકે તે માટે જાડેસ્ટ્રીયન બ્રીજ બનાવવામાં આવશે.
અંદાજે ર૮ હજાર ચો.મી.ના બાંધકામમાં બે બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફલોર પર ૬ માળનું બાંધકામ સ્ટાફ પાર્કીગ તથા ર૦ હજાર ચો.મી.નું પબ્લીક પાર્કીગ બનાવવામાં આવશે. પાર્કીગ કોમ્લેક્ષ માટે બે બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફલોર પર સાત માળનું બાંધકામ થશે. આ તમામ બાંધકામ માટે અંદાજે રૂ.પ૪.પ૦ કરોડનો ખર્ચ થશે. જયારે લીફટ, ઈલેકટ્રીકલ પાર્કીગ સીસ્ટમ, બોર, લેન્ડસ્કેપીંગ સોલાર સીસ્ટમનો ખર્ચ અલગ થી થશે. નવી બિલ્ડીગમાં વોટર મીસ્ટ ફાયર સીસ્ટમ તથા ઓટોમેટીક ઈલેકટ્રીકલ પાર્કીગ સીસ્ટમ તથા ગ્રીન બિલ્ડીંગ કન્સેપ્ટર મુજબ આયોજન કરવામાં આવશે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.