Western Times News

Gujarati News

દાણીલીમડાના કોર્પોરેટર પર ગેરલાયક ઠરવાની લટકતી તલવાર

સતત ત્રીજી સામાન્ય સભામાં ગેરહાજર : રહેશે તો ડીસ્ક્વોલિફાઈ થઈ શકેઃ કોર્પોરેટરે ગેરહાજરી મંજુર કરવાની દરખાસ્ત મોકલી

(એજન્સી) અમદાવાદ, કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદ પઠાણ પર ડીસ્કવોલિફાઈની તલવાર લટકી રહી છે. આગામી સામાન્ય સભામાં તેઓ ગેરહાજર રહેશે તો સતત ત્રણ સભામાં ગેરહાજર રહેવા બદલ તેમને ડીસ્કવોલીફાય કરવામાં આવી શકે છે. આ અંગે કોર્પોરેટર દ્વારા ગેરહાજરીનું કારણ લખીને મોકલ્યુ છે અને તેને મંજુર કરવાની દરખાસ્ત કરી છે. જા કે હવે સામાન્ય સભામાં મેયર દ્વારા તેમની ગેરહાજરી મંજુર કરવામાં ન આવે તો તેઓ કોર્પોરેટર તરીકે ડીસ્કવોલીફાઈ થશે અને છ માસમાં પેટા ચૂંટણી યોજવી પડશે.

સીએએને લઈને શાહઆલમમાં વિરોધ પ્રદર્શન વખતે પોલીસ પર પત્થરમારો કરાયો હતો. આ ઘટના બાદ પોલીસે શાહઆલમના કોર્પોરેટર શહેઝાદ પઠાણ સહિત અનેક લોકોની ધરપકડ કરી હતી. આ ધરપકડ બાદ શહેઝાદ પઠાણ કોર્પોરેશનની સામાન્ય સભામાં હાજર રહી શક્યો નહોતો. આ પેહેલાં પણ એક સામાન્ય સભામાં તે પેટનીટી લીવ લઈ હાજર રહ્યો ન હોતો. આમ, સળંગ બે સામાન્ય સભામાં તે ગેરહાજર રહ્યો હોવાને કારણે આગામી ત્રીજી સામાન્ય સભામાં તેને હાજર રહેવું ફરજીયાત બન્યુ છે. કોઈપણ કોર્પોરેટર સળંગ ત્રણ સામાન્ય સભામાં ગેરહાજર રહે તો તે ડીસ્કવોલીફાઈ થાય છે. જેથી શહેઝાદ હજુ જેલમાં જ હોવાથી તે આગામી ર૯મીએ મળનારી સામાન્ય સભામાં હાજર રહી શકે તેમ ન હોવાથી તેણે ર૭મી નવેમ્બર, ર૦૧૯થી લઈને સળંગ ત્રણ બેઠકમાં ગેરહાજર રહેવા અંગેના કારણો મોકલી આપ્યા છે. અને ગેરહાજરી મંજુર કરવા બોર્ડને પ્રસ્તાવ કર્યો છે.

હવે સામાન્ય સભામાં તેમની ગેરહાજરી મંજુર કરી દેવામાં આવે તો કોઈ પ્રશ્ન ઉપÂસ્થત થતો નથી. પરંતુ જા ગેરહાજરી મંજુર નહીં કરાય તો તેઓ ડીસ્કવોલીફાઈડ થશે. નોંધનીય છે કે ભૂતકાળમાં કુખ્યાત લતીફ પણ કોર્ટના ઓર્ડર સાથે જેલમાંથી સામાન્ય સભામાં હાજરી આપવા માટે આવતો હતો. આ ઉપરાંત હસનલાલા પણ જલમાંથી બોર્ડની મીટીંગમાં આવતા હતા. આ ઉપરાંત ગજુખાન પણ જેલમાં હોઈ તેમણે ે પણ અરજી કરી હતી. અને તે માન્ય રાખવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ તેઓ સળંગ ત્રણ બેઠકમાં હાજર ન રહેતા તેમને ડીસ્કવોલીફાઈડ કરવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.