દાણીલીમડામાંથી શખ્શ નકલી સીરપની બોટલો સાથે ઝડપાયો

અમદાવાદ: બ્રાન્ડનાં નામે નકલી વસ્તુઓ વેચતાં વેપારીઓનો રાફડો ફાટી નીકળ્યો છે નકલી વસ્તુઓ મોટા ભાગના બજારમાં કબજાે જમાવી લીધો છે પરતુ છાશવારે પોલીસ દ્વારા ગેરકાયદેસર વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓની અટક કરી કાર્યવાહી કરવામા આવી રહી છે આવી જ કાર્યવાહી દરમિયાન દાણીલીમડા પોલીસને મોટી કંપનીની એન્ટીસીરપની બોટલો લોટની થેલીઓ તથા અન્ય વસ્તુઓ હાથ લાગી છે.
કોપીરાઈટ ટ્રેડમાર્કના ઉલ્લંઘન કરીને નકલી માલ વેચતા શખ્શો વિરુદ્ધ કાર્યવાહી કરતા સંજયભાઈ વર્માને દાણીલીમડા ઢોરબજાર ચાર રસ્તા નજીક રૈની ટી સ્ટોલ પાસે એક ઈસમ નકલી માલનો મોટો જત્થો લઈ જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી જેના આધારે તેમણે દાણીલીમડા પોલીસને જાણ કરીને બપોરે બાર વાગ્યાના સુમારે આ ઈસમ નામે જીતેન્દ્રભાઈ ભાવસાર (હાથીખાના, નવા વાસ ઘી કાંટા) ઝડપી લીધો હતો તેની પાસેના થેલામાં તપાસ કરતા ડેટોલ કંપની એન્ટીસીરપની સવા ચાર હજાર નંગ બોટલો ફ્રેમ કંપનીની એન્ટીસીરપની એક હજારથી વધુ બોટલો તથા આઈટીસી આશીર્વાદ આટાની ૧૮૦૦ થેલીઓ મળી આવી હતી પોલીસે આ તમામ જત્થો ઝડપીને જીતેન્દ્રભાઈની વધુ પુછપરછ હાથ ધરી છે.