દાણીલીમડામાં નશામાં મિત્રની જ હત્યા કરી નાખી

પ્રતિકાત્મક
અમદાવાદ, શહેરમાં બે દિવસ પહેલા દાણીલીમડા વિસ્તારમાંથી ગળુ કપાયેલી લાશ મળી આવવાના મામલે ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. પૂછપરછમાં ખુલાસો થયો છે કે અગાઉના ઝઘડાની અદાવત રાખી હિસ્ટરી શીટરની હત્યા કરવામાં આવી હતી. ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચે મહત્વના પુરાવાઓ પણ એકઠા કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મદાવાદ ક્રાઇમબ્રાન્ચની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ મઝહર ઉર્ફે કસાઈ કુરેશી છે. મઝહરે કામ પણ કસાઈઓ જેવું જ કર્યું છે. પોતાના જ મિત્ર અને ડીઝલ ચોરીમાં સાગરીત એવા શાહરૂખ ઉર્ફે મસરી સૈયદની ગળુ કાપી હત્યા નિપજાવી બાદ લાશને કોથળામાં ભરી સોઢણ તલાવડીમાં નાખી દીધી હતી.
સાથે ધડથી અલગ થયેલું માથું પણ તલાવડીમાં નાખી પુરાવાનો નાશ કર્યો હતો. જાેકે ૧૦ દિવસ પહેલા થયેલી હત્યા સામે આવી અને ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
આરોપી મઝહર કસાઈની પૂછપરછ કરતા સામે આવ્યું કે, મૃતક શાહરૂખ તેના ઘરની પાસે પોતાની પ્રેમિકા સીરીન સાથે બેસતો અને બિભત્સ ચેનચાળા કરતો હતો. જેથી મઝહરની બહેને ટોક્યો પણ હતો. જે બાબતે બંને મિત્રો વચ્ચે ઝપાઝપી અને મારામારી પણ થઈ હતી.
જે વાતનો બદલો લેવા મઝહરે મૃતકને પોતાના ઘરે બોલાવી મોડી રાત્રે તેનું ગળું કાપી હત્યા નીપજાવી હતી. હત્યા પહેલા બંને મિત્રોએ સાથે નશો પણ કર્યો હોવાનું સામે આવ્યું છે. જાેકે હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને તળાવમાં નાખી આરોપી ફરાર થઈ ગયો હતો.
હત્યાના ગુનામાં મઝહરની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી છે કે, જ્યારે તે શાહરુખની લાશને તળાવમાં નાખવા માટે ગયો હતો ત્યારે તેનો મોબાઇલ અને બાઇક પણ ડૂબી ગયા હતા. જેથી આરોપીએ નવો મોબાઈલ ખરીદ્યો હતો. જે કબૂલાત બાદ પોલીસે આરોપીના મોબાઇલ કબજે કર્યા છે. ઉપરાંત હત્યા માટે વપરાયેલ તિક્ષ્ણ છરો અને બાઈક પણ કબજે કર્યું છે. ત્યારે જાેવું એ રહ્યું કે આરોપીની પૂછપરછમાં વધુ શું ખુલાસા થાય છે.